વાવાઝોડાથી જહાજ ડૂબ્યું : ભારતીય નેવી દ્વારા 130 લોકો ગુમ, 146 લોકોને બચાવાયા,

847
Published on: 12:35 pm, Tue, 18 May 21
* 4 રાજ્યોમાં 18ના મોત, હજારો ઘર ધરાશાયી
* તૌક્તેથી કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 મોત થયા.
* મુંબઈથી 175 કિમી દૂર હીરા ઓઈલ ફિલ્ડ્સ પાસે ભારતીય જહાજ ડૂબ્યું

ભારતીય નૌસેના એ અરબ સાગર માં આવેલા ચક્રવાતી વાવાઝોડા ટાઉતે ના કારણે સમુદ્રમાં અનિયંત્રિત થઈને વહી ગયેલા એક બાર્જ પર સવાર 146 લોકોને બચાવી  લીધા છે અને બાકી લોકોની શોધખોળ હજુ ચાલુ છે. એક અધિકારીએ જણાવ્યું કે, નૌસેનાએ બચાવ કાર્ય માટે મંગળવારે પી-81ને તૈનાત કર્યું હતું. રાહતની વાત એ છે કે હવામાન વિભાગ એ વાવાઝોડું નબળું પડવાની જાણકારી આપી છે. રિપોર્ટ્સ મુજબ, આગામી ત્રણ કલાકમાં ભીષણ વાવાઝોડું નબળું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ફસાયેલા ભારતીય જહાજ P-305 દરિયામાં ડૂબી ગયું છે. ભારતીય નેવી દ્વારા 146 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 170થી વધુ લોકો ગુમ છે. આ જગ્યાએ એક અન્ય ભારતીય જહાજ ફસાયું છે. એમાં સવાર લોકોને બચાવવા INS કોલકાતાને મોકલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એમાં 137 લોકો સવાર છે. એમાંથી 38 લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ કરાયા છે.

કમાન્ડર મધવાલે જણાવ્યું હતું કે આ પહેલાં સોમવારે દિવસમાં અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાતને કારણે પાણી ભરાઈ ગયેલા ભારતીય ટગબોટ કોરોમંડલ સપોર્ટર IX માં ફસાયેલા 4 ક્રૂ-સભ્યોને નેવી હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સમુદ્રમાં ફસાયેલા આ જહાજના મશીનરી ભાગોમાં પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે એ આગળ વધી શકતું ન હતું. એનો વીજપુરવઠો પણ બંધ કરાયો હતો.

તૌક્તે 185 કિમી પ્રતિ કલાકની સ્પીડથી સોમવારે રાતે ગુજરાત તટ સાથે અથડાયુ

અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાતી વાવાઝોડુ તૌક્તે 185 કિમી પ્રતિકલાકની સ્પીડથી સોમવારે રાતે 8 વાગે લગભગ ગુજરાત તટ સાથે અથડાયુ. કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 મોત થયા. જેમાં મહારાષ્ટ્રમાં 6ના મોત થયા. આ રાજ્યોમાં હજારો ઘર ધરાશાયી થયા. ત્યારે ગુજરાતમાં દોઢ લાખને સલામત સ્થળે ખસેડાયા છે.   આ પહેલા મુંબઈમાં તોફાનથી ભારે નુકસાન થયુ છે. મહારાષ્ટ્રમાં 6 લોકોના મોત થયા છે. ત્યારે  2 મોટી બોટોમાં 410 લોકો તોફાનમાં ફસાયા જેમને બચાવવા માટે નૌસેનાના 3 જહાજોએ મોર્ચો સંભાળ્યો  હતો.

Tauktae: મુંબઈમાં નૌસેનાએ વાવાઝોડામાં ફસાયેલા 146 લોકોને બચાવ્યા, અન્ય લોકોની શોધખોળ ચાલુ

સેનાની બચાવ ટીમો તૈયાર

સમાચાર એજન્સી એએનઆઇએ ભારતીય સેનાના હવાલાથી જણાવ્યું કે, દિવમાં બચાવ અને રાહત કાર્ય માટે 6 આર્મી રેસ્યૂ બ અને રિલીફ ટીમોને સક્રિય કરવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડા બાદની સ્થિતિનો સામનો કરવા માટે સેનાની 6 વધારાની ટીમોને જૂનાગઢ મોકલવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટીમો બોટાદ, અમરેલી અને ભાવનગર માટે પણ તૈનાત કરવામાં આવી છે.

તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે ચક્રવાતને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળની 11 ટીમો તૈયાર રાખવામાં આવી છે. બાર પૂર રાહત ટીમો અને મેડિકલ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે, વાવાઝોડા પ્રભાવિત રાજ્યોમાં જરૂર પડવા પર એને મોકલવામાં આવશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317