યુક્રેનમાં પહેલા ભારતીયનું મોત : યુક્રેનના ખારકીવમાં ગોળીબારમાં પ્રથમ ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો..

669
Published on: 5:47 pm, Tue, 1 March 22

https://chat.whatsapp.com/FVsvxOrDTXF8FGPjx1gSgH

ખાર્કિવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે ખાર્કિવમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. મંત્રાલય વિદ્યાર્થીના પરિવાર સાથે વાતચીત કરી રહ્યું છે. કર્ણાટકના નવીન નામના યુવાનનું અવસાન થયુ છે, તેના મિત્રોએ જણાવ્યું હતું કે, તેઓ પશ્ચિમ સરહદે પહોંચવા માટે લ્વિવ જવા માટે ટ્રેન સ્ટેશનથી રવાના થયા હતા.

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયાની સેનાએ ખાર્કીવ અને કિવ વચ્ચેના ઓક્તિરકા શહેરમાં એક સૈન્ય મથક પર હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 70 યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. તે જ સમયે, રશિયન દળોએ કિવ, ખાર્કિવ અને ચેર્નિહાઇવમાં આર્ટિલરી (તોપો) વડે હુમલાઓ તીવ્ર કર્યા છે અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે સામાન્ય નાગરિકો પર ખતરો વધી ગયો છે.

ખાર્કીવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત,

દરમિયાન, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડવા માટે કહ્યું છે. દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી ઈમરજન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીયો જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં તરત જ શહેર છોડી દેવું જોઈએ.

સેટેલાઇટ-ઇમેજિંગ કંપની મેક્સર ટેક્નોલોજીસ દ્વારા બહાર પાડવામાં આવેલ ઉપગ્રહ દર્શાવે છે કે રશિયન દળો રાજધાની કિવથી લગભગ 27 કિલોમીટર દૂર એન્ટોનોવ એરપોર્ટની નજીક પહોંચી ગયા છે. લગભગ 65 કિલોમીટર લાંબી અહીં ઘણી બધી મિલિટરી ટ્રક અને ટેન્ક જોવા મળી હતી. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનનું કહેવું છે કે યુક્રેનની સરહદ પર તૈનાત લગભગ 75% રશિયન સૈનિકો યુક્રેનમાં પ્રવેશી ચૂક્યા છે.

બીજી તરફ યુક્રેનની રાજધાની કિવમાં યુક્રેનની સેનાએ એક રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. યુક્રેનના ગોળીબારના કારણે 3 રશિયન હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. તમને જણાવી દઈએ કે ખાર્કિવ એ રાજધાની કિવ પછી યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર છે. ખાર્કિવ રશિયન સરહદથી માત્ર 25 માઈલ દૂર છે.

સરકારી યોજનોઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ : http://whatsappwebsitelink.blogspot.com

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

ફેસબુક પેજ – Facebook