સુરતમાં પિતા અને દીકરીના સંબંધના લીરેલીરા કરતો કિસ્સો સામે આવ્યો : સગા પિતાએ જ 10 વર્ષ ની દીકરી ઉપર બળાત્કાર કર્યો..

304
Published on: 3:03 pm, Fri, 4 March 22

https://chat.whatsapp.com/ElZpvZ6eZxt1FtegBk5rxn

હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવાર ની સાંજે 4 વાગે એક 10 વર્ષની કિશોરીને ગંભીર હાલતમાં સારવાર માટે લવાતા સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પરિવાર ની પૂછપરછ માં દીકરી ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા પરિવાર આશ્ચર્યમાં પડી ગયું હતું. તાત્કાલિક ઘટનાની જાણ સરથાણા પોલીસને કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરત ની સૂરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં રોજીરોટીની તલાશમાં આવીને વસેલા સુમિત પરિવારની 10 વર્ષની માસૂમ કિશોરી ઘરમાં હતી. ત્યારે બીજા ભાઈ બહેનને ડરાવીને કિશોરીને એકલતાનો લાભ હવસખોર પિતાએ લાભ ઉઠાવ્યો હતો. અને બાદમાં હવસખોર પિતાએ પોતાની 10 વર્ષની કિશોરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ હાલ કિશોરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરીને ગણતરીના કલાકોમાં હવસખોર પિતાની ધરપકડ કરી છે.

મૂળ નેપાળ રહેવાસી અને રોજીરોટીની તલાશમાં લોકડાઉન બાદ ચાર મહિના પહેલા જ સુરત ખાતે આવી સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા પરિવારમાં માતા-પિતા સાથે ત્રણ બાળકો હતા. પિતા હોટેલમાં કામ કરે છે અને માતા ઘર કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. આ પરિવારમા ત્રણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જ્યાં 10 વર્ષની મોટી દીકરી બપોરના સમયે હતા. તે સમયે ભાઈ અને બહેનને ઘરની બહાર મોકલી હતી. ત્યારે હવસ ખોર પિતાએ પોતાની દીકરીનો એકલતાનો લાભ લઇને કિશોરી સાથે દુષ્કર્મ આચરી ભાગી ગયો હતો.જોકે માતા પર કામ પર ગયા હતા. અને ત્યાંથી પરત આવ્યા તે સમયે દીકરી ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા માતા પર આભ ફાટ્યું હતું.

બનાવને પગલે તુરંત તાત્કાલિક ઘટનાની જાણ સરથાણા પોલીસને કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરીને કિશોરીને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જયાં કિશોરી સાથે દુષ્કર્મ આચરાયું હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ કિશોરીની તબિયત સાધારણ છે. ઘટનાની જાણ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બનાવને પગલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા હવસખોર બીજું કોઈ નહિ પણ દીકરીનો સગો બાપ હોવાનું સામે આવતા સુરત પોલીસે હવસખોર સગા બાપની પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા પિતા ભાંગી પડ્યા અને કહ્યુંકે મારાથી આ ભૂલ થઈ ગઈ છે.

કિશોરી પર દુષ્કર્મનો ભેદ સીસીટીવી ફૂટેજમાં આધારે ઉકેલાયો. મહત્વની વાત એ છે બનાવ બનતા સુરત પોલીસ અલગ અલગ દિશામાં તપાસ આરંભી હતી કોઈ કડી મળી હતી. અને ટેકનિકલ ટીમની મદદ લઈને આજુબાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સગા પિતા ઘરે જતા નજરે પડ્યાં હતાં. અને પછી ઘરમાંથી બહાર ન નીકળતા હતા જેને પગલે પોલીસને હવસખોર પિતાને દબોચી લેતા હવસખોર પિતાએ કબૂલાત કરી હતી.

સરકારી યોજનોઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ : http://whatsappwebsitelink.blogspot.com

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

ફેસબુક પેજ – Facebook