સુરતના 15 શ્રમજીવીને કચડાતા પહેલા ટ્રક-ટ્રેક્ટરની ટક્કરના CCTV ફૂટેજ આવ્યા સામે,છ મહિનાની બાળકીનો આબાદ બચાવ, માતાપિતાનું મોત

3280
કિમ સુરત

સુરતના કિમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં કિમ-માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જીને 15 લોકોનો ભોગ લીધો છે, જેમાં 5 જેટલા ઈજાગ્રસ્ત પણ થયા છે. જ્યારે થોડે દૂર સૂતેલા શ્રમિકોનો આબાદ બચાવ થયો છે. આ બચી ગયેલાઓએ દર્દનાક અકસ્માતથી દર્દભરી જુબાની વર્ણવી છે. અકસ્માતમાં બચી ગયેલા રાજુ મહીડાએ કહ્યું હતું કે કંઇ સમજાય એ પહેલાં જ ડમ્પરે આવીને કચ્ચરઘાણ બોલાવી દીધો. હું 25 ફૂટ દૂર સૂતો હતો એટલે બચી ગયો.

દિવસે મજૂરી કામ કરે અને રાત્રે ફૂટપાથ પર સૂઈ જતા
રાજુ દેવકા મહીડા(અકસ્માતમાં બચી જનાર યુવક)એ જણાવ્યું હતું કે વતન રાજસ્થાનમાં મજૂરી ઓછી હોવાથી માતા-પિતાને વતનમાં મૂકીને બે ભાઈ તેની પત્ની સાથે કિમ નજીક છેલ્લાં ચાર વર્ષથી મજૂરીકામ કરે છે. દિવસે મજૂરી કામ કરે અને રાત્રે ફૂટપાથ પર સૂઈ જતા હતા. રોજના રૂ. 300થી સાડા ત્રણસોની મજૂરી મળતી હતી. પરિવારના સભ્યો કડિયાકામ તોડફોડ સહિતનાં કામો કરતા હતા અને રાત્રે જીવના જોખમે ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેતા હતા

મજૂરી કામ મળે તો કરતા અને રાત્રે ફૂટપાથ પર સૂઈ જતા.

એક્સ્ટ્રા ફેરાના વધુ રૂપિયા મળતા
પૂનાલાલ ડ્રાઈવરે જણાવ્યું હતું 15 હજાર જેટલો ફિક્સ પગાર મળતો અને જેટલા એક્સ્ટ્રા ફેરા કરે એનો વધારાનો પગાર મળતો હતો. એક્સ્ટ્રા ફેરા પેટે જેટલું અંતર હોય એ પ્રમાણે વધારાનો ચાર્જ મળતો હતો, જેમાં 300થી 500 રૂપિયા ફેરાદીઠ વધારાના મળતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાથ જોડીને ભૂલ થઈ ગઈ હોવાનું પૂનાલાલે કહ્યું હતું જોકે માત્ર 300થી 500 રૂપિયાની કમાણીની લાયમાં 15 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે.

કંઈ સમજે એ પહેલાં ડમ્પર માથે ફરી વળ્યો
રાજુએ વધુમાં જણાવ્યું હતું કે તે પોતાની પત્ની પુરી સાથે ભાઈ-ભાભીથી 25 ફૂટ દૂર સૂતો હતો. રાત્રે કંઇ સમજાય એ પહેલાં જ ટ્રક આવીને કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. લોકો સૂતા હતા તેના પર ચડી ગઈ અને ત્યાર બાદ દુકાનો ઉપર ફરી વળી હતી. જેમાં ભાઈ-ભાભીને પણ ઈજા પહોંચી છે.

ડમ્પર ફરી વળતાં લાશોના ઢગલા થઈ ગયા.

પ્રાપ્ત મળતી પ્રાથમિક જાણકારી મુજબ આ તમામ શ્રમિકો રાજસ્થાનના કુશલગઢના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે. ડમ્પરચાલકની અડફેટમાં આવેલા ઇજાગ્રસ્તોને શહેરની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે આ શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં છે.

કુલ 15 લોકોના મોત

ટ્રક ફૂટપાથ પર ચઢાવી દેતા ફૂટપાથ પર નિદ્રાધીન 18 જેટલા શ્રમ જીવીઓને ટ્રક નીચે કચડી કાઢ્યા હતા. જેમાં એક બાળકી સહીત 12 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જયારે 6 જેટલા શ્રમજીવીગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા 108માં સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનો જીવ ગયો હતો. એમ કુલ 13 લોકોના મોત થયા હતા. ગંભીર ઇજાગ્રસ્તોમાંથી સમય જતા વધુ બે લોકોના મોત થતા હાલ કુલ મૃતઆંક 15 થયો છે.

ટ્રક ચાલક અને ક્લીનર પણ ગંભીર

ટ્રક ચાલક અને ક્લીનરને પણ ગંભીર ઈજાઓ થતા તેઓને પણ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા. ઘટનાંની જાણ થતા મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો, પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પીએમ માટે કોસંબા પી.એમ રૂમ ખાતે ખસેડ્યા હતા.

 સોમવારની રાતે કીમ માંડવી રોડ પર કીમ હકાર રસ્તા નજીક એક બેકાબુ બનેલી કાળમુખી ટ્રકે 13 લોકોનો ભોગ લીધો છે. રાત્રીના 12 વાગ્યાના સમયે આ ટ્રક કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જઈ રહી હતી દરમ્યાન સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાય હતી અને ત્યારબાદ ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં ફૂટપાથ પર ટ્રક ચઢાવી દીધી હતી.

ઘટનાના CCTV સામે આવ્યા છે. 

આ ગોઝારી અક્સમાતના CCTV સામે આવ્યા છે. જેમાં કરૂણ દ્રશ્યો સર્જાયા છે. આ ઘટનાને પગલે તપાસનો ધમધમાટ વધી ગયો છે અને FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. આ અંગેની પોલીસ અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે પહોચી ગયા હતા. અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ડમ્પરચાલક અને કલીનર સહિત 4 લોકોને ઇજા પહોંચી છે.

જોકે, ટ્રક આ શ્રમજીવીઓને કચડ્યા બાદ ફૂટપાથની બાજુમાં બનેલી ચારથી પાંચ દુકાનોનો પણ કચ્ચરઘાણ વળ્યો હતો. અકસ્માતની ઘટનામાં એક 6 માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો જયારે એના માતા પિતા મૃત્યુ પામ્યા હતા.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ