કાબુલમાં એરપોર્ટ તરફ જઈ રહેલા 150 લોકોનું તાલિબાને કર્યું અપહરણ, મોટાભાગના ભારતીય : અફઘાન મીડિયા

726
Published on: 6:05 pm, Sat, 21 August 21
  • કાબુલ એરપોર્ટથી 150 લોકોનું તાલિબાનોએ કર્યુ અપહરણ
  • અપહરણ કરાયેલા 150 લોકોમાં સૌથી વધુ ભારતીયો-સૂત્ર
  • એરપોર્ટ પર અફઘાની માસૂમોની સંભાળ રાખી રહ્યા છે અમેરિકન સૈનિક
  • 150 લોકોનું અપહરણ કરીને ક્યાં લઈ જવાની તેની માહિતી નહી-સૂત્ર

અફઘાનિસ્તાન માંથી ભારત માટે પરેશાન કરતા સમાચાર આવ્યા છે. અફઘાનિસ્તાનના પત્રકારોએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહેલા 150 લોકોનું તાલિબાનના ફાઇટરોએ અપહરણ કરી લીધું છે. અફઘાન પત્રકારો પ્રમાણે અપહરણ કરવામાં આવેલા મોટાભાગના લોકો ભારતીય છે. તેમની સાથે અફઘાનિસ્તાનના નાગરિકો અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખો પણ સામેલ છે. ભારત સરકાર તરફથી આ સમાચાર અંગે કોઈ જ પુષ્ટિ કરી નથી. વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સરકાર આ અંગે માહિતી મેળવી રહી છે.

ભારતનાં પણ ઘણા બધા લોકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે ત્યારે એક બાજુ જ્યાં ભારતીય સેના દ્વારા તે બધાને બહાર કાઢવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યાં આજે ખૂબ જ ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે કે તાલિબાનીઓ કાબુલ એરપોર્ટથી કેટલાક લોકોને ઉપાડી ગયા છે. મીડિયા અહેવાલો અને સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જે લોકોને તાલિબાન ઉપાડી ગયું છે તેમાં મોટા ભાગનાં ભારતીયો સામેલ છે.

અફઘાનિસ્તાનની મીડિયા અલ-ઇત્તેહાનાં રિપોર્ટ અનુસાર આ સમાચાર સામે આવી રહ્યા છે અને જે સમયે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી ભારત સરકાર દ્વારા કોઈ જ આધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી.

એરપોર્ટ પર એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે તેમની ફ્લાઈટની રાહ જોઈ રહેલા લોકો અને તેમનાં બાળકોને ખાવા-પીવાની કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે.

આ આખો મામલો મીડિયામાં આવ્યા બાદ તાલિબાને આવી કોઈ ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો છે. તાલિબાન પ્રવક્તા અહમદુલ્લા વસીકે અપહરણના સમાચારને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. અહમદુલ્લા વસીકે જણાવ્યું કે, તાલિબાને સુરક્ષિત રીતે બીજા ગેટથી લોકોને અરપોર્ટની અંદર પહોંચાડ્યા હતા.

અમેરિકા અને અન્ય દેશોના સૈનિકો ન માત્ર તાલિબાનથી ડરતા અફઘાન બાળકોની સંભાળ પણ રાખી રહ્યા છે, પરંતુ તેઓ તેમની સાથે રમીને તેમનું સ્મિત પણ પરત કરી રહ્યા છે. મહિલા અને પુરુષ સૈનિકો પણ નવજાત બાળકોને પોતાના ખોળામાં રાખીને તેમની ડ્યૂટી ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. તસવીરોમાં જુઓ અમેરિકન સૈનિકોના ખોળામાં અફઘાની બાળકો પોતાને કેટલાં સુરક્ષિત અનુભવી રહ્યાં છે

બે દિવસ પહેલાંની આ તસવીર એ જ બાળકની છે, જેને અમેરિકન સૈનિકો કાંટાળા તારની ઉપરથી એરપોર્ટની અંદર લઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આશરે 450 ભારતીયો અફઘાનિસ્તાનમાં ફસાયા  હોવાની સંભાવના છે. આ તમામ લોકોને પરત લાવવા માટે ભારત સરકાર અમેરિકા અને અન્ય દૂતાવાસ સાથે મળીને કામ કરી રહ્યું છે. કાબુલ એરપોર્ટ  સુધી પહોંચવામાં અને દિલ્હીમાં વિમાન લેન્ડ કરવા સુધી અનેક પરેશાની આવી રહી છે. ધ હિન્દુના રિપોર્ટમાં અધિકારીઓના હવેલાથી જણાવવામાં આવ્યું છે કે તાલિબાને કાલુબ પર કબજો કરી લીધા બાદ પણ ઔપચારિક સરકારની રચના નથી થઈ શકી. આથી એ લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી.

ઘણા અફઘાની લોકો એરપોર્ટની બહાર ફસાયેલા છે, પરંતુ તેમણે કોઈક રીતે તેમનાં બાળકોને યુએસ સૈનિકો સુધી પહોંચાડ્યાં છે, જેથી તેઓ તાલિબાનથી સુરક્ષિત રહી શકે. એક નવજાત બાળકને સંભાળી રહેલા અમેરિકન સૈનિક.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317