ચીન : 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડ્યો, 25 લોકોનાં મોત, લોકો ગળાડૂબ પાણીમાં ટ્રેન, મોલમાં ફસાયા..

1025
Published on: 6:46 pm, Thu, 22 July 21
  • ઝેન્ઝો શહેરમાં ભારે પૂરને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા
  • 25 લોકોનાં મોત અને 2 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા
  • ઝેન્ઝો રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી
  • 1,000 વર્ષમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરતુ ચીન

ચીનના હેનાન ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે, જેમાં 25 લોકોનાં મોત થયાં છે. આશરે 2 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હેનાનના ઝેન્ઝો શહેરમાં 24 કલાકમાં રેકોર્ડ 457.5 મિલીમીટર (18 ઇંચ) વરસાદ પડ્યો હતો. આને કારણે શહેરના અનેક ભાગોમાં વીજ સેવા ખોરવાઈ ગઈ હતી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ શહેર વિશ્વનું એપલ આઇફોનનું સૌથી મોટું પ્રોડક્શન બેસ છે.

મધ્ય ચીનના હેનાન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં 1000 વર્ષમાં પહેલી વખત અસાધારણ સાંબેલાધાર વરસાદ ખાબકતા ભયાનક સ્થિતિ સર્જાઇ છે. આ ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં 12 સબવે પ્રવાસીઓ સહિત 25 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 10 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક શહેરોમાંના એક ઝેંગઝોઉમાં પૂરના કારણે બે લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. અચાનક થયેલા સાંબેલાધાર વરસાદને કારણે લોકો પાણીથી ભરાયેલા રસ્તાઓ, શોપિંગ મોલ, ઓફિસો અને અન્ડર ગ્રાઉન્ડ સબ વેમાં પણ ફસાયા હતા.

ઝેન્ઝો રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. અહીંની એરપોર્ટ પર શહેરની આવતી-જતી 260 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. પૂરને કારણે 80થી વધુ બસ સેવાઓ રદ કરવામાં આવી છે. 100થી વધુ બસોને ડાઇવર્ટ કરવામાં આવી છે. સબવે સેવાઓ પણ અસ્થાયી ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે.

સરકારી માધ્યમ મુજબ, કુલ 1.24 મિલિયન લોકો પૂરથી અસરગ્રસ્ત થયા હતા અને 1,60,000 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા હતા. સાત લોકો ગુમ થયાનાં અહેવાલ છે, જ્યારે દિવાલ ધરાશાયી થતાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. સબવે, રસ્તા, હોટલો અને મકાનો જ નહી પણ શાઓલીન મંદિર પણ આ ભારે પૂરનો ભોગ બન્યા હોવાના અહેવાલ છે. જેના કારણે સમગ્ર દેશમાં અફરા-તફરીનું વાતાવરણ છે.

પૂરની પરિસ્થિતિના વિઝ્યુઅલ્સ પ્રત્યેક વિડિઓ સાથે ભયાનક બન્યા હતા અને એક ઘણાં જ પ્રવાહ સાથે વહેતા પાણીથી આખી જગ્યા ડૂબી ગઈ હતી. પૂરની સ્થિતિનો અર્થ એ પણ હતો કે, વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો અને કેટલીક હોસ્પિટલોમાં વીજળી ગૂલ થવાના મામલે પણ અહેવાલો આવ્યા હતા.

પૂરને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

વરસાદી પાણી શહેરની લાઇન ફાઇન સબવે ટનલમાં ઘૂસી ગયું હતું, જે કારણે અનેક મુસાફરો ટ્રેનમાં ફસાઇ ગયા હતા. પોલીસ અધિકારીઓ, ફાયરબ્રિગેડના જવાનો અને અન્ય સ્થાનિક સબ જિલ્લા કર્મચારીઓ બચાવ માટે સ્થળ પર દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. જોકે સબવેમાં પાણી ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે અને મુસાફરો સલામત છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317