રસોઈ બનાવતા સિલેન્ડર ફાટ્યો, સિલિન્ડરમાં બ્લાસ્ટ પછી 2 મકાન ધરાશાયી, 4 બાળક સહિત 8નાં મોત..

1515
Published on: 1:21 pm, Wed, 2 June 21
  • બન્ને ઘરના 15 લોકો કાટમાળમાં દબાયા હતા
  • 8ના મોત થયા,  7 લોકો ઘાયલ 
  • સિલિન્ડર ફાટવાથી બે મકાન ધરાશાયી, 8 લોકોનાં મોત,
  • એક બાળકીના ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે
  • ગોંડામાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયી થયું

ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લામાં મંગળવારની રાતે મોટી દુર્ઘટના પરિણમી હતી, જેમાં વજીરગંજ ક્ષેત્રના ટિકરી ગામમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ દુર્ઘટનામાં 2 મકાન ધરાશાયી થયાં હતાં. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ મકાનના કાટમાળની અંદર 14 લોકો દટાઈ ગયા હતા, 8 મૃતકોમાં 2 પુરુષ, 2 મહિલા અને 4 બાળકનો પણ સમાવેશ થાય છે. આમાં 6 ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત છે. આ તમામ ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાર પછી તમામને ટ્રોમા સેન્ટરમાં ખસેડાયાં છે.

સિલિન્ડરના વિસ્ફોટને કારણે પાડોશીનું મકાન પણ ધરાશાયી.

વિસ્ફોટથી બે મકાન તૂટી પડ્યા

આ અકસ્માત વઝીરગંઝ વિસ્તારમાં ટિકરી ગામમાં થયો જ્યાં ગત રાતે સિલિન્ડર વિસ્ફોટથી બે મકાન જમીનદોસ્ત થયા. મકાનના કાટમાળમાં કુલ 15 લોકો દટાઈ ગયા જેમાંથી 8 લોકોના મોત થયા અને રેસ્ક્યૂ ઓપરેશનમાં કાટમાળમાંથી 7 લોકો જીવતા બહાર કાઢવામાં આવ્યા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટિકરી ગામમાં ભોજન બનાવતા સમયે અચાનક સિલેન્ડર ફાટતા 2 ઘર ધરાશાયી થયા હતા. આ ઘટનામાં બન્ને ઘરના 15 લોકો કાટમાળમાં દબાયા હતા. જેમાંથી 8ના મોત થયા છે. 7 લોકો ઘાયલ છે. જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે કાટમાળમાં એક બાળકીના ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થળ પર પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યુ છે.

જેસીબીની મદદથી બચાવકાર્ય હાથ ધરાયું, વધુ લોકો દટાયા હોવાની આશંકા.

ગોંડા એસપી સંતોષકુમાર મિશ્રા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 7 લોકોના મોતની પુષ્ટિ કરતાં તેમણે કહ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, બીજી તરફ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ ઘટના બની છે તેના ઘરના માલિક પાસે પણ ફટાકડા બનાવવાનો લાયસન્સ હતો. અત્યારે પોલીસ આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે.

નવું સિલિન્ડર હોવાથી એ સંપૂર્ણ ભરેલું હતું

દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત મોહમ્મદ હકીમે જણાવ્યું હતું કે રાતે 11 વાગ્યાની આસપાસ જમવાનું બનાવી રહ્યા હતા, ત્યારે ગેસ-સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. ગેસ-સિલિન્ડર પણ નવું હોવાથી સંપૂર્ણ ભરેલું હતું. આમાં વિસ્ફોટ થયો હોવાથી પોતાના 2 માળના મકાનની સાથે પાડોશીનું મકાન પણ ધરાશાયી થઇ ગયું હતું. ત્યાર પછી શું થયું એની મને જાણ નથી.

રેસ્ક્યુ ઓપરેશન જારી

વિસ્ફોટની સૂચના મળતાની સાથે સ્થળ પર આઈજી સહિતના અધિકારઓ પહોંચી ગયા હતા. આ બાદ 8 લોકોની લાશ  બહાર કાઢવામાં આવી હતી. હાલ રેસ્ક્યૂ કામ ચાલુ છે. જોકે હજું સુધી વિસ્ફોટનું યોગ્ય કારણ જાણી શકાયુ નથી. પરંતુ વિસ્ફોટ જે સ્તર પર થયો તેનાથી કંઈ પણ અંદાજો લગાવવો મુશ્કેલ છે.  ફોરેન્સિક ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોંડામાં ગેસ સિલિન્ડરના વિસ્ફોટના કારણે થયેલા અકસ્માત અંગે  દુઃખ વ્યક્ત કર્યું છે. આ બાબતની નોંધ લેતા તેમણે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે, ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર, અને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે પણ આદેશો આપવામાં આવ્યા છે.

 આ દુર્ઘટનામાં અત્યાર સુધી બે મહિલા, બે પુરુષ અને ચાર બાળકોના શબ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ મકાન ધરાશાયી થતાં ઘાયલ થયેલા સાત લોકોને એમ્બ્યુલન્સથી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તપાસની ટીમ કાર્યરત

આઇજી રાકેશ સિંહ, એસપીએ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ આદરી હતી. વિસ્ફોટનાં કારણોની તપાસ માટે તેમણે ફોરેન્સિક ટીમને પણ બોલાવી હતી. એસપીએ જણાવ્યું હતું કે સિલિન્ડરમાં વિસ્ફોટને કારણે છત પડી ગઈ હતી. અત્યારે અમારી પ્રાથમિક બચાવની ટીમ કાર્યરત છે. જે કોઇપણ માહિતી અને તથ્ય સામે આવશે એના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317