ધુમ્મસનો કહેર: અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર 20થી 25 ગાડીઓ એક સાથે અથડાઈ..

1091
Published on: 3:03 pm, Mon, 18 January 21
અમદાવાદ-બરોડા એક્સપ્રેસ

હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અતિશય ઠંડીને લીધે જોવા મળતા ધુમ્મસને લીધે પણ ઘણીવાર અકસ્માત સર્જાતાં હોય છે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર રીતે અકસ્માત સર્જાયો છે.

આજે રાજ્યના અનેક શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ જ કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ધુમ્મસને કારણે બે ગાડી વચ્ચે ટક્કર થઈ છે. આ બનવમાં ત્રણ લોકોનાં મોત થયા છે. બીજી તરફ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે  પર આજે ગાઢ ધુમ્મસને કારણે એક બે નહીં પરંતુ 30થી 35 જેટલા વાહનોને અકસ્માત નડ્યો છે. જોકે, કોઈ પણ બનાવમાં જાનહાની થઈ હોવાના સમાચાર પ્રાપ્ત નથી થયા. એક વાહન પાછળ બીજાની ટક્કરના બનાવો પણ બન્યા છે.

બે દાયકા બાદ આટલુ ગાઢ ધુમ્મસ

વડોદરાના ડેસમાં ગાઢ ધુમ્મસ છવાયું છે જેને લીધે માર્ગ પર સામસામે દેખાતું ન હોવાથી વાહનવ્યવહાર થંભી ગયો છે. ડેસરથી કપડવંજ, કડી, ઊંઝા જતા લોકોએ મુસાફરી રદ કરવી પડી છે. ડેસરમાં દાયકાઓ બાદ આટલી હદે ધુમ્મસ છવાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

હાઈવે પર 40થી 45 કાર એક સાથે અથડાઈ

ઉલ્લેખનીય છે કે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ ઘટી જાય છે. લોકોને 50 કે 100 ફૂટથી આગળનું કંઈ દેખાતું નથી. બીજી તરફ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાહન ચાલકો વધારે સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે. આ જ કારણે આગળની ગાડી ન દેખાતા અકસ્માત સર્જાતા હોય છે. રાજ્યના અન્ય હાઇવે પર પણ લોકોને 30ની ઝડપે વાહન હંકારવાની ફરજ પડી છે.

હાઈવે પર લોકો ધુમ્મસને કારણે 30ની સ્પીડે ગાડી ચલાવી રહ્યા છે.

ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે અંદાજિત 20થી પણ વધુ ગાડીઓનો અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે વિઝિલિબિટી પણ ઘટી જવાથી વાહનચાલકોને જોવામાં પણ તકલીફ સર્જાઈ હતી. આજ સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. આવામાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને કારણે વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં.

આણંદના તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસને કારણે હાઈવે પર જતાં વાહનો રોકવા પડ્યાં હતાં. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસને કારણે વિસ્તારમા થતા ઘઉંના પાકને ફાયદો થશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ