- સુરતમાં CAનો અભ્યાસ કરતી યુવતી રહસ્યમય રીતે ગુમ
- પોલીસે તપાસ કરતા બોયફ્રેન્ડ પણ ગાયબ
- યુવતીના ગુમ થયા બાદ રૂ.10 લાખની ખંડણી માગવામાં આવી
- વરાછામાં CAની વિદ્યાર્થીની ગુમ થયા બાદ ખંડણી મગાઈ
- ખંડણી માટે 3 વાર અલગ અલગ નંબરથી ફોન આવ્યો
- યુવતી કાપોદ્રા પોપડા સુધી જતી સીસીટીવીમાં દેખાય
સુરતના વરાછા વિસ્તારમાં એક સીએમાં અભ્યાસ કરતી યુવતી ગુમ થઈ ગયા બાદ રત્નકલાકાર પિતા પોલીસ મથકે ફરિયાદ કરવા પોહચ્યા હતા તે સમયે અલગ અલગ 3 નંબરથી ફોન આવ્યો હતો જેમાં યુવતી સલામતી માટે રૂપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી જોકે ફોન આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ મામલે તપાસ કરતા યુવતી જે પ્રેમી યુવક સાથે ભાગી હતી તે યુવાને રૂપિયા માગણી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
સુરતના વરાછા વિસ્તારની એક વિદ્યાર્થિની ગાયબ થવાના સમાચાર સામે આવતા ચકચારી મચી છે. CAનો અભ્યાસ કરતી 20 વર્ષની દિકરી ગાયબ થવાની ઘટના બાદ પરિવાર હેરાન-પરેશાન થઈ ગયો છે. સમગ્ર ઘટના જોઈએ તો, CAનો અભ્યાસ કરતી અને એક રત્નકલાકાર પિતાની 20 વર્ષની દિકરી ઘરેથી બૂક લેવા નીકળી હતી. જે બાદ પરત ઘરે પહોંચી નથી. પરિવારે ઘણી તપાસ કરી હોવા છતાં તેની કોઈ જાણ મળી નહીં. ગાયબ થયાના થોડા કલાકો બાદ રત્નકલાકાર પિતાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં તેની પાસે 10 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરાઈ હતી. સાથે ધમકી પણ આપવામાં આવી કે, જો દીકરીને સાજી-સારી જોઈતી હોયતો પોલીસને જાણ કરવી નહીં.
વરાછા પોલીસે જણાવ્યું હતું કે, હીરા ઘસવાની મજૂરી કામ કરતા કિરિટભાઈ (નામ બદલ્યું છે)ની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલા ક્લાસીસમાં સીએનો અભ્યાસ કરી રહી છે. દીકરી બુધવારે સાંજે ઘરેથી સીએની બૂક લેવા જવાના બહાને નિકળ્યા બાદ ગુમ છે. બીજી બાજુ પરિવારજનોની શોધખોળ વચ્ચે એક અજાણ્યા ઈસમનો ફોન પર દીકરી જોઈતી હોય તો રૂપિયા 10 લાખ આપી જાઓ તેવું કહેવાતા પરિવાર આશ્ચર્યમાં પડી ગયો છે. દીકરીની મુક્તિ માટે 10 લાખની ખંડણી માગનાર ઇસમનો લગભગ 3 વાર અલગ અલગ નંબરથી ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે. દીકરીનું અપહરણ કરવામાં આવ્યુ હોવાનો ફોન આવતા પરિવારના પગ તળીયેથી જમીન સરકી ગઈ છે. આ બાબતે પરિવારે પોલીસને જાણ કરી મદદની પુકાર લગાડી છે.
બીજી બાજુ પરિવારજનોની શોધખોળ વચ્ચે એક અજાણ્યા ઈસમનો ફોન પર દીકરી જોઈતી હોય તો રૂપિયા 10 લાખ આપી જાઓ તેવું કહેવાતા પરિવાર આશ્ચર્યમાં પડી ગયો છે. દીકરીની મુક્તિ માટે 10 લાખની ખંડણી માગનાર ઇસમનો લગભગ 3 વાર અલગ અલગ નંબરથી ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલો પોલીસને જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો હતો. અને વિદ્યાર્થીના બોયફ્રેન્ડના ઘરે પોલીસ પહોંચી હતી. જે બાદ જાણવા મળ્યું કે, બોયફ્રેન્ડ પણ મોબાઈલને ઘરે રાખી ક્યાંક ગુમ થઈ ગયો છે. હવે પોલીસ સમગ્ર કડીઓને જોડીને બ્લાઈન્ડ કેસની તપાસ કરી રહી છે.
યુવતી બુક લેવા ગઈ ત્યારે તેનો ફોન ઘરે જ મુકી ગઈ હતી. તેથી તેના પિતાએ ફોન ચેક કરતા ફોન ફોર્મેટ મારેલો હતો. તેના ફોનમાં કોઈ રેકોર્ડ મળ્યા ન હતા. તેથી કોની સાથે સંપર્કમાં હતી છેલ્લે કોની સાથે વાત કરી હતી તે માહિતી પોલીસને મળી નથી. સવા છ વાગે ઘરેથી ગયાના માત્ર 54 મિનિટ પર અપહરણકર્તાનો ફોન આવ્યો હતો. આ બધી બાબતો શંકા ઉપજાવનારી છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે મોબાઈલ ફોર્મેટ મારતા તે જાતે ગઈ હોઈ શકે. તેના મિત્રોની પણ તપાસ ચાલુ છે.
દીકરીનું અપહરણ કરવામાં આવ્યુ હોવાનો ફોન આવતા પરિવારના પગ તળીયેથી જમીન સરકી ગઈ તે આ મામલે ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ કરતા પોલીસે આ મામલે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી પોલીસે અપહરણ-ખંડણીની ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317