શું ઓનલાઇન ભણતરનો ભાર ? : રાજકોટ માં નર્સિંગની વિદ્યાર્થિનીએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી

992
Published on: 5:00 pm, Wed, 30 December 20
રાજકોટ ગુજરાત

રાજકોટ શહેરમાં ફરી એક વખત આપઘાતનો (Rajkot suicide) બનાવ સામે આવ્યો છે. આપઘાત કરનાર વિદ્યાર્થિનીએ માતાને છેલ્લો કોલ કરી કહ્યું હતું કે, હું આવતી કાલે ઘરે આવી જઈશ પરંતુ માતાને ખબર નહોતી કે દીકરી નહીં પરંતુ દીકરીની લાશ ઘરે આવી પહોંચશે. રાજકોટની એચ. એન. શુક્લા નર્સિંગ કોલેજના (Nursing Student Suicide) ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જોડિયાના લખતરની સુજાતા ચૌહાણે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

એચ.એન.શુક્લા કોલેજ માં નર્સિંગ ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સુજાતા ચૌહાણ નામની યુવતી કોરોના ના કારણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. તો સાથે જ નર્સિંગ નો ઓનલાઇન અભ્યાસ પણ કરતી હતી. ત્યારે સુજાતા એ આપઘાત કરતા પહેલા તેણી ની માતાને છેલ્લો કોલ કરી કહ્યું હતું કે, online અભ્યાસક્રમ તેમજ covid હોસ્પિટલમાં ફરજ બજાવવાના કારણે છેલ્લા ઘણા સમયથી મારી તબિયત પણ નાદુરસ્ત રહે છે જેના કારણે એક મહિનાની રજા મૂકીને હું ઘરે આવી જઈશ તેમજ મારી જગ્યાએ covid હોસ્પિટલમાં ફરજ પર કોઈ અન્ય નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીને ગોઠવી દઈશ.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ પાસે આવેલ નર્સિંગ હોસ્ટેલમાં જ સુજાતા ચૌહાણ પોતાની રૂમ પાર્ટનર સોનુ બેન સાથે રહેતી હતી. ત્યારે નાઈટ ડ્યુટી હોવાના કારણે સુજાતા મંગળવારના રોજ દિવસ ભર રૂમ પર જ હતી. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પોતાની ડ્યુટી પૂર્ણ કરી રૂમ પર પરત આવેલા સોનું બહેને સૌ પ્રથમ રૂમ નો દરવાજો ખખડાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેમ છતાં સુજાતા એ દરવાજો ન ખૂલતાં સોનુ બહેને સુજાતા ને ફોન કર્યો હતો તેમ છતાં દરવાજો ન ખુલતા સોનુ બહેને અન્ય વિદ્યાર્થિનીઓ ને ફોન કરીને રૂમ પર બોલાવી હતી અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ એક સાથે દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા અંદરથી સ્ટોપર ખુલી જતા છતના હુક માં દુપટ્ટો બાંધેલી લટકતી હાલતમાં  સુજાતા ની લાશ સૌ કોઈએ જોઈ હતી.

પરિવારજનો રાજકોટ દોડી આવ્યા અને દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી.

ત્યારે સમગ્ર મામલાની જાણ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને પણ કરવામાં આવી હતી. તો સાથે જ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો રૂમ મેટ તેમજ સુજાતાની બહેનપણીઓ ના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી સુજાતાની લાશને સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી.

પિતાએ કહ્યું-દીકરીને કોઈ તકલીફ જેવું નહોતું
ઘટનાની જાણ થતાં રાજકોટ પહોંચેલા સુજાતાના પિતા પ્રવીણભાઇ ચૌહાણે કહ્યું હતું કે દીકરીને કોઇ તકલીફ હોય એવું જણાયું નહોતું. તે આવું પગલું ભરે એવું અમે વિચારી પણ શકીએ નહિ. તેણે કોઇ ચિઠ્ઠી પણ લખી નથી. કોઇની હેરાનગતિ કે ત્રાસ હોવાની પણ કોઇ શકયતા જણાતી નથી. પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવી શકશે. અમને કોઇ પ્રત્યે કંઇ આક્ષેપો નથી.

હોસ્પિટલ નજીક જ સુજાતા હોસ્ટેલમાં રહેતી હતી
સુજાતા પ્રવીણભાઈ ચૌહાણ લાલપરી પાસે બી.એમ. ક્યાડા કોલેજ કેમ્પસમાં આવેલી એચ. એન. શુકલા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જોકે હાલમાં અભ્યાસ ઓનલાઇન ચાલુ હતો. સરકારની સૂચના મુજબ, કોવિડ હોસ્પિટલની સેવામાં નર્સિંગ સ્ટુડન્ટને પણ લેવાના હોય એ અંતર્ગત ચારેક માસથી સુજાતાને રાજકોટ સિવિલ કોવિડ સેન્ટરમાં સ્ટુડન્ટ નર્સ તરીકે ફરજ આપવામાં આવી હતી. આ કારણે તેને સિવિલ હોસ્પિટલની નજીકમાં જ આવેલી ન્યૂ નર્સિંગ હોસ્ટેલમાં 8મા માળે રૂમ નં. 830 ફાળવાયો હતો. ગઇકાલે સુજાતાના નાઇટ ઓફ હોય તે રૂમ પર જ હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ