સુરત : રામપુરા વિસ્તારમાં ધોળા દિવસે ચાકુના ઘા ઝીંકી 25 લાખની લૂંટ,આરોપીની અટકાયત, જુઓ વિડીયો…

727
Published on: 1:17 pm, Sun, 31 January 21

સુરત લુંટ-ફાટ

ગુજરાતમાં અવાર-નવાર ચોરી, લુંટ-ફાટ ની ઘટનાઓ સામે આવતી રહે છે. સુરતમાં ધોળા દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો છે. સુરત શહેરના રામપુરા વિસ્તારમાં ધોળા દિવસે ચપ્પાના ઘા મારીને આંગડિયા પેઢીએ રૂપિયા આપવા જતાં કેમિકલના વેપારીને લૂંટી લેવાયો હતો. તેની પાસે રહેલા અંદાજે 25 લાખની લૂંટ ચલાવીને લૂંટારું ફરાર થઈ ગયા છે. જ્યારે લૂંટની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. લૂંટારુંઓને પકડવા માટે નાકાબંધી કરી દેવામાં આવી છે.

સુરત શહેર જાણે કે ક્રાઇમ કેપિટલ ઑફ ગુજરાત બની રહ્યું હોય તેવી ઘટનાઓ દિનપ્રતિદિન ઘટી રહી છે. શહેરમાં હત્યા,લૂંટ જાણે કે સામાન્ય ઘટના થઈ ગઈ હોય તેવી સ્થિતિ છે. કાયદો અને વ્યવસ્થા પર પોલીસનું નિયંત્રણ નથી તેના લીધે રોજ રોજ પચરંગી ગુનાઓ સામે આવી રહ્યા છે. દરમિયાનમાં ગઈકાલે સુરતમાં કેમિકલના વેપારીને ચાકુના ઘા મારી અને ધોળેદિવસે 25 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. મોટર સાયકલ પર પૈસાનો થેલો લઈને જઈ રહેલા કેમિકલના વેપારીને રસ્તામાં લુખ્ખાએ આંતરી અને તેને ચાકુના ઘા ઝીંકી થેલો ઝૂંટવી લીધો હતો.  આ ઘટનાનો લાઇવ સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે બે શખ્સોને ઓળખી કાઢ્યા છે અને તેની અટકાયત કરી છે.

બનાવની વિગત એવી છે કે  રામપુરા રાજાવાડી ખાતે સુપ્રિમ ઓઈલના નામે ઓઈલનો ભાગીદારીમાં વેપાર કરતા અસલમભાઈના વર્ષો જુના બે કર્મચારી હમીદ અને અમીન નિત્યક્રમ મુજબ આજે સાંજે 5.30 વાગ્યે ઓફિસથી બાઈક ઉપર રોકડા રૂ25 લાખ એક થેલામાં લઈ એક પાર્ટીને પેમેન્ટ આપવા તેમજ બહારગામના વેપારીઓને પેમેન્ટ ચૂકવવા આંગડીયા પેઢીમાં જમા કરાવવા નીકળ્યા હતા.

CCTV Video ખોલશે રાઝ?

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ લૂંટના સૂત્રધાર લુખ્ખા તત્વો છે. જોકે, તેમને વેપારીના પૈસા આવવા અને જવાનો સમય ખબર હોવાની શંકા છે. પેઢીના સીસીટીવી વીડિયોમાં પણ શકમંદ નજરે પડ્યો છે જે બહારના સમયે ખૂબ લાંબો સમય સુધી શંકાસ્પદ અવસ્થામાં જોવા મળ્યો છે. દરમિયાનમાં પોલીસે આ મામલે બે શકમંદોની અટકાયત કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરી લેવામાં આવશે. પોલીસના ઉચ્ચ અધિકારી આ મામલે પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપે તેવી શક્યતા છે.

ટ્રાફિકખથી ધમધમતા વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનાથી સનસનાટી મચી ગઇ હતી. બનાવ અંગે જાણ થતા જ લાલગેટ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત હમીદને લોખાત હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડાયો હતો. પોલીસે અમીનની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધ્યો હતો. શહેર પોલીસે સમગ્ર પંથકમાં નાકાબંધી કરી દીધી હતી. લાલગેટ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોતરાઇ ગઇ છે.

સુરત : ચાકુના ઘા ઝીંકી ધોળેદિવસે 19 લાખની લૂંટ,  Live Videoના આધારે બે આરોપીની અટકાયત0

રાજ્યમાં જીવલેણ અકસ્માતની 3 ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા છે. વાંકાનેર, અરવલ્લી અને બારડોલીમાં અકસ્માતની ઘટના બની હતી. વાંકાનેર મોરબી હાઈવે પર બાઇકને ટ્રેલરે અડફેટે લેતા બાઈક સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અરવલ્લીમાં બાયડના વાત્રક નજીક ત્રણ બાઇકો વચ્ચે ભારે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. તો બારડોલીના નાદિડા ચાર રસ્તા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન બાઈક સ્લીપ થતા એક બાઈકમાં અચાનક આગ લાગી હતી. જો કે કોઈ જાનહાનિની થઈ નથી. પરંતુ બાઈકચાલકો  ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ