બે વાર મેચ અટકી, લોકોએ હુરિયો બોલાવ્યો ,પાણીના ગ્લાસના રૂ.10, વડાપાઉંના 40 વસૂલાયા, પહેલા દિવસે 26 હજારથી વધુ ટિકિટો વેચાઈ

2369
Published on: 4:36 pm, Thu, 25 February 21

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

ખાણીપીણીની વસ્તુઓની ઉઘાડી લૂંટ ચલાવાઈ

વર્લ્ડના સૌથી ક્રિકેટ મોટા સ્ટેડિયમમાં બે વાર LED લાઈટ બંધ થતાં લોકોએ કહ્યું આવું થોડી ચાલે!

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. LED લાઈટ બંધ થઈ જતાં બે વાર મેચ અટકી હતી. સ્ટુઅર્ટ બ્રોડ ભારતીય બેટિંગ દરમિયાન 12મી ઓવર નાખી રહ્યો હતો ત્યારે અદાણી પેવેલિયનની ડાબી બાજુ ઉપર ક્રોસમાં 25થી 30 સેકન્ડ માટે લાઈટ બંધ થઈ હતી. તે પછી તરત જ મેચ શરૂ થઈ ગઈ હતી. તે પહેલાં ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરમાં પણ LED રિંગની લાઇટ્સ અમુક સેકન્ડસ્ માટે બંધ થઈ જતા મેચ અટકી હતી. ત્યારે શુભમન ગિલ બેટિંગ કરી રહ્યો હતો અને બોલિંગમાં સ્ટુઅર્ટ બ્રોડ જ હતો.અત્યાર સુધીમાં કુલ 15 ડે-નાઈટ ટેસ્ટ રમાઈ છે, તેમાં આ પ્રકારનો ઇસ્યુ જોવા મળ્યો નથી. અને વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમમાં આવું એક નહિ પણ બે વાર થાય, તે ખરેખર શરમજનક છે.

On the Gill strike, ready to bowl broadly and the LED lights of the world's  largest cricket stadium turned off, thus halting the match twice, people  called a hurricane. | ગિલ સ્ટ્રાઈક

મોટેરાના નવનિર્મિત સ્ટેડિયમ ખાતે બુધવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. મેચના પ્રથમ દિવસે 26 હજારથી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું, જ્યારે 45 હજાર પ્રેક્ષકોએ મેચ જોઈ હતી. 1 લાખથી વધુની કેપેસિટીવાળા સ્ટેડિયમમાં કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ખાવા-પીવાની કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી, જેનો સ્ટેડિયમમાં સ્ટોલ રાખનારાઓએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. પાણીનો એક ગ્લાસ રૂ.10, છાશનો ગ્લાસ રૂ.30માં, જ્યારે વડાપાઉં રૂ.40માં અને રૂ.30માં સમોસાં વેચાયા હતા, જ્યારે પાણીની 500 મિલીની બોટલ રૂ.50 માં વેચવામાં આવી હતી. એમ છતાં સાંજે 7 વાગ્યે તો પાણીની બોટલો ખૂટી ગઈ હતી.

મેચને લઈને ખેલાડીઓ ઉપરાંત ફેન્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે 23 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટેડિયમના 1 અને 2 નંબરના ગેટ પરથી લોકોને ચેક કરીને એન્ટ્રી આપવામાં આવતી હોવાથી 1 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી ગઈ હતી.

મોબાઈલ ડેટા અને પાણીના ભાવથી પણ લોકોમાં રોષ
LED લાઇટ્સથી બે વાર મેચ અટકી એ તો ઠીક, પરંતુ 8-9 કલાક સુધી સ્ટેડિયમમાં પ્રોપર ડેટા કનેક્શન વગર રહેવું પણ લોકોને ત્રાસદાયક લાગી રહ્યું છે. જિયોનું નેટ થોડું ઘણું ચાલી રહ્યું છે, જ્યારે અન્ય કંપનીનો ડેટા બળદગાડી કરતાં પણ ધીમી ગતિએ બફર થઈ રહ્યો છે. તે ઉપરાંત પાણીની બોટલ વેચાઇ નથી રહી, એક ગ્લાસના 10 રૂપિયા લઈને 20ના 30-35 કરવામાં આવી રહ્યા છે.

દિશાનિર્દેશ ન હોવાથી પાર્કિંગ શોધવામાં મુશ્કેલી પડી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચના દિવસે પહેલા જ દિવસે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. પાર્કિંગ પ્લોટ સુધી જવા માટે રસ્તા ઉપર ક્યાંય એરો મૂકવામાં આવ્યા ન હોવાથી લોકોને પાર્કિંગ શોધવા વાહન લઈને કલાકો સુધી આમતેમ ફરવું પડ્યું હતું. વાહન પાર્ક કરીને દોઢ કિલોમીટર ચાલતા સ્ટેડિયમ સુધી પહોંચ્યા બાદ અંદર એન્ટ્રી લેવા માટે 1 કિલો મીટર જેટલી લાંબી લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું. સ્ટેડિયમની અંદર અને બહાર આટલી બધી પોલીસ હોવા છતાં લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ નહોતું જળવાયું. મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે સ્ટેડિયમની આસપાસ 23 પ્લોટમાં વાહન પાર્કિંગ બનાવવામાં આવ્યા હતા, પરંતુ કયું પાર્કિંગ ક્યાં આવ્યું ેનો નકશો મેચની ટિકિટમાં કે પાર્કિંગની ટિકિટમાં દર્શાવાયો ન હતો તેમજ પાર્કિંગ સુધી જવા માટે રસ્તામાં ક્યાંય એરો પણ મૂકવામાં આવ્યા ન હતા, જેને કારણે ચાલકો વાહન લઈને ફરતા રહ્યા હતા.

ખાણીપીણીની વસ્તુઓની ઉઘાડી લૂંટ ચલાવાઈ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ખાવા-પીવાની કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી, જેનો સ્ટેડિયમમાં સ્ટોલ રાખનારાઓએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. પાણીનો એક ગ્લાસ રૂ.10, છાશનો ગ્લાસ રૂ.30માં, જ્યારે વડાપાંઉ રૂ.40માં અને રૂ.30માં સમોસાં વેચાયાં હતાં, જ્યારે પાણીની 500 મિલીની બોટલ રૂ.50 માં વેચવામાં આવી હતી. તેમ છતાં સાંજે 7 વાગ્યે તો પાણીની બોટલો ખૂટી ગઈ હતી.

Narendra Modi Stadium in Gujarat, world's largest, gears up to host 3rd  India-Eng Test match - Newsroom Post | DailyHunt

પિત્ઝાના 200, બર્ગરના રૂ.100

ખાવા – પીવાની વસ્તુ ભાવ (રૂપિયામાં)
પાણીનો 1 ગ્લાસ 10
છાશનો ગ્લાસ 40
પાણીની બોટલ 50
વડાપાઉં 2 નંગ 80
સમોસાં 2 નંગ 60
પોપકોર્ન 70
સ્મોલ પિત્ઝા 230
બર્ગર 100
સેન્ડવિચ 60

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317