ઘોર કળિયુગ! : અમદાવાદમાં તસ્કરો ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહિની ચોરી ગયા

424
અમદાવાદ ગુજરાત

કોરોના કાળમાં લોકોના ધંધા-રોજગાર છીનવાઇ ગયા છે ત્યારે અમદાવાદ શહેરમાં ચોરી-લૂંટની ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં  જ અમદાવાદ શહેરમાં બંદુકની અણીએ બે લૂંટની ઘટનાઓ બની હતી. ત્યારે હવે શહેરમાં ચોરીનો ગ્રાફમાં ઉંચકાઇ રહ્યો છે. જોકે આજે અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનનો ચોરીનો બનાવ આખા શહેરમાં કૂતુહલ જગાવી છે. કારણ કે, ચોરોએ ઘરનો સામાન કે બીજી કોઇ મોંઘી વસ્તુ નહી પરંતુ મૃત્યુ બાદ કામમાં આવતી મહત્વની વસ્તુની ચોરી કરી હતી.

અમદાવાદના પ્રહલાદ નગર ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહિની ચોરી થતા મામલો વાયુવેગે સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. અને આખા શહેરમાં લોકો એવી ચર્ચા કરી રહ્યા હતા કે, ચોરોને પણ બીજું કંઇ નહીં પણ શબવાહિની ચોરવી પડી. કોરોના કાળમાં શહેરમાં સૌથી વધુ જે વ્હિકલની તંગી છે તેની જ ચોરી થતા લોકો ચોરોની માનસિક્તા અંગે અવનવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા વિજયસિંહ પુવાર પ્રહલાદનગર રોડ પર આવેલા ફાયર બ્રિગેડના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહે છે. તેઓ આ જ ફાયર સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેઓ ફાયર બ્રિગેડમાં શબવાહીની ચલાવે છે. તાજેતરમાં જ આ ફાયર સ્ટેશનમાં એક નવી શબવાહીની આવી હતી, જે વિજયસિંહ ચલાવતા હતા. આ વાહનનો નંબર GJ 01GA 2169 છે. રવિવારના રોજ તેઓ આ શબવાહીની લઈને બોડકદેવ ખાતેની વર્ધીમાં ગયા હતા. ત્યાંથી પરત આવીને સાંજના સાતેક વાગ્યે ફાયર બ્રિગેડના પાર્કિંગમાં શબવાહિની પાર્ક કરી હતી. આ વાહન ઇમર્જન્સી વાહન હોવાથી ગાડીની ચાવી સ્ટિયરિંગમાં જ રાખી હતી. આજે એટલે કે સોમવારે સવારે સાત વાગ્યે પાર્ક કરેલી જગ્યાએ શબવાહિની જણાઈ ન હતી.

જણાવી દઇએ કે, અમદાવાદના પ્રહલાદ નગર ફાયર સ્ટેશનમાં નવી શબવાહીની તાજેતરમાં આવી હતી, જેની કિંમત 30 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. જોકે ગત રાત્રે ત્રણ વાગ્યે આ શબવાહિનીની ચોરી થઇ ગઇ હતી. આ મામલે આંનંદનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

હે રામ! અમદાવાદમાં તસ્કરો ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહિની ચોરી ગયા

કોઇના ઘરમાં કોઈ વ્યકિત મૃત્યુ પામે અને સરકારી શબવાહિનીની જરૂરિયાત ઉભી થાય છે. શબવાહિની જેવી અત્યંત પાયાગત અને માનવીય સેવા પૂરી પાડવામાં આવે છે તેની ચોરી થતા આખા શહેરમાં લોકો ચર્ચા કરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં લોકો ચોર પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ