31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું,આ લોકો તો ખાસ ચેતે નહીંતર…

653
Published on: 7:46 pm, Mon, 14 December 20

31 ડિસેમ્બર

2020નું વર્ષ હવે વિદાઇ લેવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. કારણ કે, સરકારે રાત્રી કરફ્યૂ લગાવ્યું છે તેની અમલવારી 31 ડિસેમ્બરના દિવસે પણ ચાલું રાખવામાં આવશે.

અમદાવાદ શહેરમાં હાલ કર્ફ્યૂને કારણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે આગામી દિવસોમાં પણ કર્ફ્યૂ અમલમાં રહેશે, જેને પગલે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની કોઈ જાહેર કે રાત્રિ ઉજવણી થઈ શકશે નહીં. પોલીસ દ્વારા રાતે 9 વાગ્યા બાદ કર્ફ્યૂનું કડક પાલન કરવામાં આવશે. કર્ફ્યૂ ભંગ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકોને સંક્રમણથી બચાવી શકાય એ માટે પણ કાર્યવાહી કરવા પોલીસ સજ્જ બની છે.

પોલીસ સાદા ડ્રેસમાં વોચ રાખશે
અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલના ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં જ્યારથી કર્ફ્યૂનો અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારથી પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવીને કર્ફ્યૂના નિયમ તોડનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 31મી ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો પાર્ટી કે ઉજવણી માટે બહાર આવતા હોય છે, પરંતુ આ વખતે કર્ફ્યૂને કારણે કોઈ ઉજવણી કરી શકાશે નહીં. જો કોઈ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે ખાસ ટીમો ખાનગી ડ્રેસમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે, જેથી તરત પોલીસ કાર્યવાહી કરી શકે.

7 ડિસેમ્બરે DGPએ રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો હતો
રાજ્યમાં કોરોના વધારે પ્રસરે નહીં એટલા માટે અમદાવાદ સહિત રાજ્યનાં 4 મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો હતો. પોલીસવડા આશિષ ભાટિયાએ ચાર શહેર એવાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી. આ ચારેય શહેરમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ રહેશે.

અગાઉ 23 નવેમ્બરે 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો
ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં 23 નવેમ્બરે અમદાવાદની સાથે સાથે અન્ય ત્રણ શહેર એવાં સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. એ પહેલાં અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને એ માટે થઈને સાવચેતીના પગલારૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મૂકવામાં આવ્યો હતો.

69 હજારથી સીધો 55 હજારે પહોંચ્યો કોરોના ટેસ્ટિંગનો આંકડો

પ્રધાનમંત્રીની કોરોના ટેસ્ટિંગ વધારવાની અપીલ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ પર ભાર નથી મુકવામાં આવતો તે નજરે આવી રહ્યું છે. હાલ કોરોના વાયરસના કેસ ઓછા આવી રહ્યા છે તેનું કારણ કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડવાનું કારણ પણ હોઇ શકે છે. તેથી રાજ્ય સરકાર કોરોનાને ગંભીરતાથી ન લઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ