સુરતઃ સાડા ચાર વર્ષની બાળકી ઉપર વોચમેને આચર્યું દુષ્કર્મ,બાળકી બેભાન મળી આવી..

854
Published on: 1:53 pm, Fri, 25 June 21
સુરતમાં વધુ એક ચાર વર્ષની માસૂમ બની હવસખોરનો શિકાર

નાની બાળાઓ ઉપર દુષ્કર્મ ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં માત્ર સાડા ચાર વર્ષની શ્રમિક બાળા ઉપર વોચમેને બળાત્કાર ગુજારતા બાળકી બેભાન થયાની ઘટના સામે આવી છે. અડાજણમાં નવી બાંધકામની સાઇડની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરીટી ગાર્ડે સાડા ચાર વર્ષની બાળકીને ટેરેસ લઈ જઈ રેપ કર્યો હતો. અડાજણ પોલીસની સતર્કતાને કારણે બાળકી સહીસલામત મળી આવી હતી. અડાજણમાં નવી બંધાતી સાઇડ મજૂર કરી પેટીયું રળતા પરિવારની સાડા ચાર વર્ષની દીકરી ગુરુવારે બપોરે 2 વાગ્યે ગુમ થઈ હતી. પરિવારે બાળકીની ત્રણ-ચાર કલાક સુધી શોધખોળ કરી છતાં પત્તો લાગ્યો ન હતો.

સુરતમાં માનવજાતને શરમમાં મૂકતી વધુ એક ઘટના સામે આવી છે. અડાજણમાં નવી બાંધકામની સાઇડ ની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરીટી ગાર્ડે સાડા ચાર વર્ષની બાળકીને છત પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી બેભાન અવસ્થામાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બાળકીને સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવા આવી છે. સીસીટીવી ના આધારે પોલીસે આરોપીને ધરપકડ કરી છે.

સુરત: સાડા ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મથી ચકચાર, માસૂમ બેભાન હાલતમાં મળી આવી

સાડા ચાર વર્ષની બાળકી ગુમ થયાની જાણકારી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ કરતા બાળકી નવી પંજાબી સાઈડ ટેરેસ ઉપરથી બેભાન હાલતમાં મળી આવી હતી. જેને લઇ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ કાતે તબીબી પરીક્ષણ બાદ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની વિગતો સામે આવતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ નજીકના સીસીટીવી ચેક કર્યા હતા.

અડાજણ પોલીસ મથક ના પીઆઈ સહિતના સ્ટાફે નવી બાંધકામની સાઇડ પર તેમજ આજુબાજુના વિસ્તારોમાં બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની અન્ય ટીમે આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી જેમાં એક વ્યકિત સિક્યુરિટી ગાર્ડનો ડ્રેસ પહેરી બાળકીને લઈ જતો દેખાતા આ ફુટેજ આધારે તે સિક્યુરિટી ગાર્ડની તપાસ કરતા તે બાજુની બિલ્ડિંગમાં નોકરી કરતો હોવાનું ખુલતા પોલીસ તે બિલ્ડિંગની ટેરેસ પર પહોંચી ત્યારે રૂમમાંથી બાળકી બેભાન હાલતમાં મળી હતી.

What Happens When A Child Is Raped? — Guardian Life — The Guardian Nigeria  News – Nigeria and World News

બાળકીને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાન જણાતા પોલીસે બાળકીને મેડિકલ પરિક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બીજી તરફ પોલીસને આરોપીના ફૂટેજ મળ્યા છે.આરોપી શિવનારાયણ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સિક્યુરિટી ગાર્ડ તરીકેનું કામ કરે છે. બનાવને પગલે અડાજણ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મોડી રાત્રે આ મામલે કાર્યવાહી કરવા સાથે બાળકીની સારવાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે થાય તે પ્રકારના પ્રયાસો કર્યા હતા. ઘટનાને લઇને પોલીસના ઉચ્ચ અધિકારીઓ મોડી રાત સુધી ઘટનાસ્થળ પર રહીને પુરાવા એકત્ર કરવાની કામગીરી કરી હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317