મુંબઈમાં ભારે વરસાદના કારણે મલાડમાં 4 માળની ઈમારત પડતાં 11નાં મોત, 7ને ઈજા, અનેક ઘાયલ…

664
મુંબઈમાં બુધવારે સવારે આઠ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધી 164.8 મિલીમીટર વરસાદ થયો
મુંબઈના મલાડ વેસ્ટમાં બુધવાર રાત્રે ભારે વરસાદના કારણે 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં અનેકલોકો કાટમાળમાં ફસાયા

બુધવારે સમગ્ર દિવસ દરમિયાન પડેલા વરસાદ પછી મુંબઈના મલાડ-વેસ્ટમાં આવેલા માલવાની વિસ્તારમાં એક ચાર માળની ઈમારત રાત્રે 11.10 કલાકે ધરાશાયી થઈ ગઈ હતી. ઘટના પછી કાટમાળમાંથી 18 લોકોને કાઢવામાં આવ્યા હતા, એમાંથી 11નાં મૃત્યુ થયાં છે, બાકી 7 લોકોની બીડીબીએનગર જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાના સમયે ઈમારતમાં ત્રણ પરિવાર જ રહેતા હતા, એમાં કેટલાંક બાળકો પણ સામેલ છે.

બીએમસીએ જણાવ્યું હતું કે નજીકની વધુ ત્રણ ઇમારતો પણ ખાલી કરાઈ છે કારણ કે તેમની હાલત સારી નથી. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.તે જ સમયે, ડીસીપી સાઉથ ઝોન વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે, મહિલા અને બાળકો સહિત 15 લોકોને બહાર કા .વામાં આવ્યા છે, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળની નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

બીજી તરફ, બચાવકર્મીઓએ કાટમાળમાંથી 15 લોકોને બચાવ્યા છે. તેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. ઘટના બાદ તરત જ ફાયરબ્રિગેડની ટીમ અને બીએમસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોકોને બચાવવા માટે ત્યાં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. બીએમસી નું કહેવું છે કે દુર્ઘટના બાદ આસપાસની બિલ્ડિંગોને ખાલી કરાવી દેવામાં આવી છે. સાથોસાથ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત, અનેક ઘાયલ

ઘટના પછી ફાયરબ્રિગેડ અને BMCની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. ગીચ વસતિ હોવાને કારણે ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો ખૂબ સાંકળો છે. એવામાં રેસ્ક્યૂમાં મુશ્કેલી થઈ રહી છે. એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને JCBને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ હતી.

રેસ્ક્યૂ હજી પણ ચાલુ છે. કાટમાળમાં કેટલાક બીજા લોકો પણ દબાયેલા હોવાની શંકા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317