વડોદરા : સોની પરિવારના 6 સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 1 બાળકી સહિત ત્રણના મોત, 3 સારવાર હેઠળ..

3318
Published on: 6:31 pm, Wed, 3 March 21
વડોદરા સામૂહિક આપઘાત
વડોદરા શહેરના સમા વિસ્તારમાં એક પરિવારના 6 સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઘરના 3 સભ્યોના મોત થયા છે અને 3 સભ્યો ગંભીર હાલતમાં છે.
  • વડોદરાના સમા વિસ્તારમાં સામૂહિક આત્મહત્યાની ઘટના
  • પરીવારના 6 સભ્યોએ કર્યો સુસાઇડનો પ્રયાસ
  • ઘટનામાં 3ના મોત, 3ની હાલત ગંભીર

વડોદરા શહેરમાં હમચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના 6 સભ્યોએ સુસાઇડનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં 3ના મોત થયા છે. જ્યારે 1 પુરુષ અને 2 મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘરના મોભીએ જ 100 નંબર પર પોલીસને ફોન કરીને આ જાણ કરી હતી કે આ પ્રકારની ઘટના બની છે.

વડોદરામાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં એક સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના ઘટનાસ્થળે જ 3 સભ્યોના મોત થયા છે. જ્યારે 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવ્યા છે.

કોણ છે આ પરિવાર?

વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારે સામુહિક આપઘાત પ્રયાસ કર્યો છે. સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3ના મોત થયા છે જ્યારે 3ની હાલત ગંભીર છે.

મૃતકોમાં નાની બાળકી પણ સામેલ છે

શા માટે આ પગલું ભર્યું?

સોની પરિવારને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય હતો. દુકાન બંધ થતા આર્થિક સ્થિતી કફોડી બની હતી. પરિવારે મકાન વેચી નાખ્યું હતું બાદમાં મંગળ બજારમાં પ્લાસ્ટિકની દુકાન પણ વેચી નાખી હતી. જોકે પ્રાથમિક તારણ અનુસાર, સમગ્ર પરિવાર આર્થિક ભીંસમાં હોવાના કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના સી-13 નંબરના મકાનમાં રહેતા આખા પરિવારે જંતુનાશક દવા ગટગટાવી મોતને વ્હાલું કરવા પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તારણમાં પરિવારજનોએ આર્થિક તંગીના કારણે આત્મઘાતી પગલુંભર્યું હોવાનું સામે આવ્યું છે.

સામૂહિક આપઘાતના બનાવમાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી - Divya Bhaskar

ખુબ જ કરૂણ ઘટના બની છે. જેને લઇને અન્ય પરિવારજનો, સોસાયટીના લોકો અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. પાડોશીઓના જણાવ્યા અનુસાર, આ પરિવારે દુકાન પણ વેચી નાખી હતી. ત્યારબાદ નોકરી કરતા હતા. પરિવારના સભ્યો નોર્મલ જ રહેતા હતા.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317