કોરોના : સુરતમાં સાત વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, સુરતનાં વાલીઓ માટે ચિંતાજનક સમાચાર…

1080
Published on: 8:35 pm, Thu, 4 March 21
  • સુરતમાં શહેરમાં કોરોના શાળા સુધી પહોંચ્યો
  • નાના વરાછાની શાળાના 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ
  • ધોરણ 7 ના 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ચકચાર
  • 14 દિવસ માટે પ્રાથમિક વિભાગ બંધ કરાવ્યો
  • ગોડાદરાની ગીતાજંલી શાળામાં એક વિદ્યાર્થી પોઝિટિવ
  • ડીંડોલીની એક શાળામાં પણ એક વિદ્યાર્થી પોઝિટિવ

રાજ્યમાં ચૂંટણી બાદથી જ કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. અને દિન પ્રતિદિન રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અને તેવામાં પણ રાજ્યમાં હવે શાળાઓ પણ ખૂલી ગઈ છે. તેવામાં સુરતના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ત્રણ શાળાઓનાં સાત વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં વાલીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે.

Coronavirus Outbreak: Corona shuts city schools

સાત વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સુરત પાલિકા તંત્ર દોડતું થઇ ગયું છે. પાલિકા દ્વારા તાકીદે આ શાળાઓમાં પ્રાઇમરી સેક્શન બંધ કરાવી દીધું છે. સાથે પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર તમામના રેપિડ ટેસ્ટ કરાવ્યા છે. એક જ ક્લાસમાં ભણતા 5 વિદ્યાર્થીઓના કેસ પોઝિટિવ આવતા શાળા તંત્ર અને વાલીઓમાં પણ ફફડાટ થવા માળ્યો છે.

 નોંધનીય છે કે, રાજ્યમાં બુધવારે અમદાવાદમાં 117, રાજકોટમાં 65, સુરતમાં 97, વડોદરામાં 94, ભાવનગરમાં 14, જામનગરમાં 11, આણંદ, કચ્છ અને મહેસાણામાં પ્રત્યેક જિલ્લામાં 7 કેસ, પંચમહાલ અને ખેડામાં 6-6 કેસ, ગાંધીનગરમાં 10, જૂનાગઢમમાં 9 કેસ, સાબરકાંઠામાં 4, મોરબીમાં 3, બોટાદ, નર્મદા, નવસારી અને વલસાડમાં પ્રત્યેક જિલ્લામાં 2 કેસ,અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, મહીસાગર, પાટણ અને પોરબંદરમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે. આમ કુલ 475 કેસ નોંધાવામાં આવ્યા છે.

સુરતની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. 3 શાળાઓમાં 7 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાંથી વરાછાની કૌશલ વિદ્યાભવનમાં 5 વિદ્યાર્થીને કોરોના હોવાનું સામે આવ્યું છે. કૌશલ સ્કૂલમાં ધોરણ-7ના 5 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જ્યારે ગોડાદરાની ગીતાંજલી સ્કૂલમાં 1 વિદ્યાર્થી સંક્રમિત થયો હતો અને ડોલીની પ્રાથમિક શાળામાં 1 વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો છે.

પાલિકાની ટીમ દ્વારા હાલમાં સ્કૂલોમાં રેન્ડમલી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને કૌશલ વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફ મળીને 184 વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ધો.7ના એક જ કલાસમાં ભણતા 5 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. આ પાંચેય પોઝિટિવ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા ન હતા. જો કે આ બાળકો તેમના વાલીઓ અને આસપાસના લોકોને પણ સંક્રમિત કરી શકે છે. જેથી વાલીઓમાં ચિંતા ફેલાઈ છે.

karnataka school reopening news: Former CMs urge Karnataka govt not to  reopen schools due to spurt in Covid-19 cases - Times of India

નોંધનીય છે કે, રાજ્યમાં બુધવારે અમદાવાદમાં 117, રાજકોટમાં 65, સુરતમાં 97, વડોદરામાં 94, ભાવનગરમાં 14, જામનગરમાં 11, આણંદ, કચ્છ અને મહેસાણામાં પ્રત્યેક જિલ્લામાં 7 કેસ, પંચમહાલ અને ખેડામાં 6-6 કેસ, ગાંધીનગરમાં 10, જૂનાગઢમમાં 9 કેસ, સાબરકાંઠામાં 4, મોરબીમાં 3, બોટાદ, નર્મદા, નવસારી અને વલસાડમાં પ્રત્યેક જિલ્લામાં 2 કેસ,અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, મહીસાગર, પાટણ અને પોરબંદરમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે. આમ કુલ 475 કેસ નોંધાવામાં આવ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317