*જ્યા જ્યા કેસ આવશે ત્યા પાન- મસાલાના ગલ્લા બંધ કરી દેવાશે* : અગ્રસચિવ જંયતિ રવિ

586
Published on: 7:02 pm, Thu, 2 July 20

      સુરતમાં એકા એક કોરોના કેસો વધતા અનલોક 2.0 ની છુટછાટ માં ફેરફાર કરવામાં આવ્યા છે. ગઈકાલે ગુજરાત આરોગ્ય ના મુખ્ય સચિવ જ્યંતી રવી એ સુરત ની મુલાકાત લીધી. સુરત ના વિવિધ સ્થળોએ જઈ કોરોના વિશે માહિતી મેળવી અને એરિયા ના લોકો ને સલામતી રાખવા આગ્રહ પણ કર્યો.

આજ રોજ ગુજરાત ના આરોગ્ય અગ્રસચિવ જ્યંતી રવિ એ નિર્ણય લીધો કે જે એરિયા માં વધુ કોરોના કેસો નોંધાશે તો એ એરિયા ના બધા જ પાન- મસાલા ની દુકાનો બંધ કરાવવામાં આવશે. સુરત માં ઘણા એરિયા ની દુકાનો બંધ પણ કરાવવામાં આવી છે.

લોકો માં કોરોના સંક્રમણ ના ફેલાઈ તે માટે આ નિર્ણય લેવાયો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત