માસ્ક ન પહેરનાર ને 200 ની જગ્યાએ 5000 નો દંડ, જાણો સંપૂર્ણ વિગત

563
Published on: 9:09 pm, Sun, 5 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

આજ રોજ સુરત માં સીટી અને ડ્રિસ્ટિક સાથે 264 કેસો નોંધાયા છે. અને છેલ્લા 6 દિવસ થી આશરે 200 ઉપર કેસો નોંધાય છે. એવામાં સુરત સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા કડક કાર્યવાહી કરવામાં આવશે.

     માસ્ક નહિ પહેરનાર ને આજ સુધી 200 રૂપિયા દંડ આપવામાં આવતો હતો. પરંતુ લોકો સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક ના નિયમ નું પાલન ન કરતા હોવાથી અને કેસો માં વધારો થતો હોવાથી સરકાર દ્વારા વરાછા અને કતારગામ ના પાન ની દુકાનો તથા નાસ્તા પાણી ની લારીઓ બંધ રાખવા નો આદેશ પણ અપાયો છે.

              રોડ સુરત મહાનગરપાલિકા દ્વારા હદ વિસ્તારમાં આવેલ તમામ દુકાણધારકો ને ચુસ્તપણે માસ્ક પહેરવા અને તેમની દુકાન માં માસ્ક વગર કોઈપણ વ્યક્તિ ને પ્રવેશ ન આપવા કે માલ નું વેચાણ ન કરવા જણાવવામાં આવ્યું છે અને જો તેમ કરવામાં ચૂક અથવા બેદરકારી જણાશે તો 5000 રૂ. દંડ ભોગવો પડશે. સુરત માં વધુ પડતા કેસો જોઈ સુરત મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સંવાદદાતાં વિપુલ મૂંજાણી
સુરત ગુજરાત