કોરોના દર્દીઓને ને મળશે નવી ટેકનોલોજીનો ફાયદો ,ઇન્સ્ટોલ થયું નવું મશીન

527
Published on: 9:28 pm, Mon, 6 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

કોરોના મહામારી ના કારણે ગુજરાત ના સુરત માં છેલ્લા 7 દિવસોમાં ખૂબ જ વધુ કેસો આવતા થયા છે એવામાં હોસ્પિટલમાં દર્દીઓને પૂરતો ઓક્સિજન પણ જરૂરી છે.

ઓકિસજન ટેન્ક થકી દર્દીઓને વધુ પુરતા પ્રમાણ ઓકિસજનનો પુરવઠો નિયમિત મળતો રહેશે. વડોદરા સ્થિત આઈનોકસ એર પ્રોડકટસ પ્રા.લિ. કંપની દ્વારા નિર્મિત આ ઓકિસજન ટેન્ક નર્સિંગ કોલેજની પાછળ સ્થાપિત કરવામાં આવી હતી. આજે આ ટેન્ક સુરત ખાતે લાવવામાં આવ્યું છે. આ ટેન્ક દ્વારા વિના વિક્ષેપે ઓકિસજનનો ફલો સતત અને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે છે. ટેન્કમાં રહેલો ઓકિસજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે ટેન્કની ડિઝીટલ સીસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોચી જાય છે. જેનાથી કંપની દ્વારા રીફીલીગની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે છે. આ ટેન્કની કામગીરી આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે.

સુરત માં કોરોના દર્દી ઓને પૂરતું ઓક્સિજન મળી રહે એ માટે ગુજરાત ના અગ્ર સચિવ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે.

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત