કોરોના હવે રાજનીતિ માં પ્રસર્યો, સુરત વધુ એક ભાજપ ના ધારાસભ્ય નો રિપોર્ટ પોઝિટિવ

884
Published on: 5:45 pm, Tue, 7 July 20

    સુરત ગુજરાત
    કોરોના ઇફેકક્ટ્સ

        સુરત કોરોના નું હોસ્પોટ બનતું જઈ રહ્યું છે એવામાં હવે કોરોના કામરેજ એરિયા માં પરસતો જઈ રહ્યો છે. કોરોના એ હવે રાજનીતિ માં પગ મૂક્યો છે. ગઈકાલે કોંગ્રેસ કોર્પોરેટ નિલેશ કુંભાણી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ હતો અને આજે કામરેજ વિસ્તાર ના ભાજપ ના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો જેથી તેઓ હોસ્પિટલમાં માં સારવાર માટે દાખલ થયા.

આજે સવારે સુરતના કામરેજના ધારાસભ્ય વી ડી જાલાવાડિયા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓની સારવાર નવી સિવિલ હોસ્પિટલની નિગરાનીમાં ઘરેથી જ સારવાર ચાલું કરવામાં આવી છે. ધારાસભ્ય સેવાના કાર્યમાં સતત કાર્યરત હતા. તેઓ અન્ય લોકોની સેવામાં સંક્રમિત થયા હોવાની આશંકા છે. કામરેજના ધારાસભ્ય શનિવારે મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ધારાસભ્યના પી.એ નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સ્વાભાવિક છે કોરોના દર્દી ના સંપર્ક માં આવતા તમામ લોકો ને કોરોન્ટાઈન થવું જરૂરી છે.

કામરેજના ધારાસભ્ય વી ડી જાલાવાડિયા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓનું સારથી કાર્યાલય બંધ કરી દેવાયું છે. અને તેમને મળેલા લોકોને પણ કોરેન્ટાઇન થવાનો હવે વખત આવ્યો છે. કામરેજના ધારાસભ્ય શનિવારે મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. જેથી શક્યતા રહેલી છે કે અ બંને નેતાઓ સહિતના અધિકારીઓને પણ નિયમાનુસાર કોરેન્ટાઇન થવું પડશે.

હાલ થોડા દિવસ પહેલા જ સુરત માં હદ વિસ્તાર મોટો કરાયો જેમાં આસપાસ ના ગામ સુરત મહાનગર માં સમાવેશ કરાયો હતો ત્યારબાદ વી.ડી. ઝાલાવાડિયા વેલન્જા મા આવેલ ઘણી સોસાયટી માં સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા તો સ્વાભાવિક છે કે ઘણા લોકો સંપર્ક માં આવ્યા હશે. તમામ લોકો ને કોરોન્ટાઈન રહેવું જરૂરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત