કરફ્યુ ના સમય માં ફરવા નીકળેલા કુમાર કાનાણી ના પુત્ર એ લેડી કોન્સ્ટેબલ સાંમેં કર્યો રોફ : 365 દિવસ અહી ઉભી રખાવીશ

2806
Published on: 11:41 am, Sat, 11 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

કોરોના મહામારી ન કારણે સરકાર દ્વારા રાત્રે 10 વાગ્યા પછી કરફ્યુ મૂકવામાં આવ્યો વહે જેથી લોકો માં કોરોના સંક્રમણ ઓછો ફેલાઈ. તેમ છતાં અમુક લોકો કરફ્યુ માં ઘરની બહાર નીકળતા હોય છે એવા લોકો સાંમેં કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

ગઈ કાલે સાંજે સુરત મા આવેલ મીની બજાર માનગઢ ચોક પાસે પોલીસ દ્વારા કરફ્યુ માં ડ્યૂટી કરવાનું કામગીરી ચાકુ હતી તે દરમિયાન 4 વ્યક્તિ એક કાર લઈ આવતા , સ્થળ પર ના લેડી કોન્સ્ટેબલ દ્વારા તેઓ ને રોકવામાં આવ્યા હતા અને પૂછવામાં આવ્યું કે અત્યાતે શા માટે બહાર નીકળો છો, ત્યારબાદ કાર સવાર વ્યક્તિ એ ગુજરાત ના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના પુત્ર પ્રકાશ કાનાણી ને ફોન કરી સ્થળ પર બોલાવ્યો હતો ત્યારબાદ પ્રકાશ કાનાણી દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ઉપર ઉગ્ર વર્તન કરતા લેડી કોન્સ્ટેબલે ઉંચા અવાજ સાથે પોતાની ડ્યૂટી નો પાવર બતાવ્યો હતો.

આખી ઘટના જાણે એમ છે કે. સુરતના વરાછા મીની હીરાબજારવિસ્તાર માં સુનીતા યાદવ નામની મહિલા પોલીસે કાનાણીના દીકરાને રોકતા બબાલ થઈ હતી. બન્ને વચ્ચે બબાલની ઓડિયો ક્લીપ સામે આવી છે. મહિલા પોલીસકર્મી પકડાયેલા યુવાનોને કહી રહ્યા છે કે પ્રધાનમંત્રીનો દીકરો હોત તો પણ હું રોકુ. નિયમ કાનૂન બધા માટે એક સરખા જ હોય છે.

આ ઘટના ની ઓડિયો માં થઇ રહેલી વાતચીત અનુસાર પોલીસ કર્મી દાવો કરે છે કે આ યુવકો ૧૦.૩૦ પછી બહાર ફરી રહ્યા છે, તેઓ જે કારમાં છે તેમાં MLA નું બોર્ડ છે. અને પકડાયેલા લોકો સાથે રકઝક થઇ રહી છે. મામલો ગરમાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી વાત પહોંચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મહિલાકર્મીને તાબડતોડ ઘરે મોકલ્યા હતા. મહિલા કોન્સ્ટેબલ દ્વારા પોતાના અધિકારી ને ફોન કરી ફરીયાદ કરતા તેમના અધિકારી એ લેડી કોન્સ્ટેબલ ને જ ડ્યૂટી પર થી હટી જવા કહેવામાં આવ્યું હતું.

આ સમગ્ર મામલો જોઈએ તો શુક્રવારે એક ઓડિયો વાયરલ થયો હતો તે મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ (એલઆર) સુનિતા યાદવની ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી. અને સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓ પર પહોંચ્યો હતો.

લેડી કોન્સ્ટેબલ : મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું. એક કામ કરો મારી બદલી કરાવી દો. મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દેજો. કોન્સ્ટેબલે વરાછા પો. સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એન.સગરને પણ જગ્યા પરથી ફોન કર્યો હતો પણ ઇન્સ્પેક્ટર દ્વારા કોન્સ્ટેબલ ને જ પોઈન્ટ પરથી હટાવી દેવામાં આવી હતી.

વાઈરલ ઓડિયોમાં મહિલા કોન્સ્ટેબલ કહી રહી છે કે “તમે કુમાર કાનાણી સાહેબના પુત્ર છો તો તો શું અમારે તમારી ગુલામી કરવાની છે? તમે કયો કે ૩૬૫ દિવસ હું તને ઉભી રાખી શકું તો શું હું તારા બાપની નોકર છું? વગેરે બોલી રહી છે. આ ઓડિયો સામે આવ્યા બાદ ખુજ બ વાયરલ થઇ રહ્યો છે. મંત્રી હોય કે આમ આદમી બધા માટે નિયમ સરખા જ હોય..

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

 

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ