હાર્દિક પટેલ ને કોંગ્રેસ દ્વારા ગુજરાત નો કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો

704
Published on: 8:37 pm, Sat, 11 July 20

ગુજરાત
રાજનીતિ બ્રેકિંગ

    હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવાયા, કોંગ્રેસના 3 જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી, આણંદ કોંગ્રેસના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ પરમારની નિમણૂંક, સુરત જિલ્લા કોંગ્રસે પ્રમુખ તરીકે આનંદ ચૌધરીની નિમણૂંક.

      હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન થી જ ભાજપ સામે લડાઈ લડી રહ્યો હતો. ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવતા, હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાટિદાર આંદોલનથી ચર્ચામાં આવેલ હાર્દિક પટેલને રાજ્યના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ગુજરાત કોંગ્રેસમાં મધમાખી બનીને બેસેલા જુના નેતાઓને સ્થાને નવા યુવા નેતાઓ મુકવામાં સફળ રહેલા રાહુલ ગાંધીની ટીમના હાર્દિક પટેલને હવે ગુજરાતની જનતા પસંદ કરે છે તે આવનારા દિવસોમાં જોવું રહ્યું.

     પાટીદાર અનામત આંદોલન થી પ્રખ્યાત થનાર હાર્દિક પટેલે સમગ્ર ગુજરાત ના પાટીદારો ને 10% અનામત અપાવ્યું હતું. ત્યારબાદ હાર્દિક પટેલ  માત્ર ૨૬ વર્ષની ઉમરે પ્રમુખ બનવાનું શ્રેય હાંસલ કરનાર તરીકે હાર્દિક પટેલે કોંગ્રેસની રેકર્ડ બુક માં નામ લખાવ્યું છે.

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ ચેનલ સાથે જોડાઈ રહેવા માટે આજે જ અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
https://www.facebook.com/gujaratupdatenews/

વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા લખો *જોઈન* : +91 9824723317