કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના પુત્ર ની વાતચીત નો વિડિઓ વાયરલ

2793
Published on: 12:11 am, Sun, 12 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

આજ રોજ વાયરલ થયેલા ઓડિયો બાદ વિડિઓ વાયરલ

આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના પુત્ર અને લેડી કોન્સ્ટેબલ ની વાતચીત નો વીડિયો વાયરલ.

લોકોએ આપ્યું લેડી સિંઘમ નામ

https://www.facebook.com/100001988536339/videos/3134056406670613/

સુરતના વરાછા મીની હીરાબજારવિસ્તાર માં સુનીતા યાદવ નામની મહિલા પોલીસે કાનાણીના દીકરાને રોકતા બબાલ થઈ હતી. બન્ને વચ્ચે બબાલની ઓડિયો ક્લીપ સામે આવી છે. મહિલા પોલીસકર્મી પકડાયેલા યુવાનોને કહી રહ્યા છે કે પ્રધાનમંત્રીનો દીકરો હોત તો પણ હું રોકુ.

ઓડિયો માં થઇ રહેલી વાતચીત અનુસાર પોલીસ કર્મી દાવો કરે છે કે આ યુવકો ૧૦.૩૦ પછી બહાર ફરી રહ્યા છે, તેઓ જે કારમાં છે તેમાં MLA નું બોર્ડ છે. અને પકડાયેલા લોકો સાથે રકઝક થઇ રહી છે. મામલો ગરમાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી વાત પહોંચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મહિલાકર્મીને તાબડતોડ ઘરે મોકલ્યા હતા.

સમગ્ર મામલો જોઈએ તો શુક્રવારે એક ઓડિયો વાયરલ થયો હતો તે મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ (એલઆર) સુનિતા યાદવની ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત