દેશ ની તીજી આંખ એટલે મીડિયા પર રેલવે સ્ટેશન બાદ સ્મશાન ગૃહ માં પણ પ્રતિબંધ

759
Published on: 3:43 pm, Thu, 16 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

કોરોના મહામારી ના કારણે લોકો માં ભય નો માહોલ છે એવામાં સરકાર દ્વારા કોવિડ 19 ના દર્દીઓ ના નામ અને સરનામાં જાહેર કરવાનું બંધ કરાયું છે તેથી લોકો ને ક્ઇ સોસાયટી માં કેસ છે અને કઈ સોસાયટી માં નહિ એનો ખ્યાલ ન આવી શકે જેથી કોરોના સંક્રમણ વધી શકે છે.

એટલું જ નહીં લોકડાઉન દરમિયાન સુરત રેલ્વે સ્ટેશનમાં મીડિયા પર પ્રતિબંધ લગાવવા મ આવ્યો હતો , મીડિયા દ્વારા ભાજપ ના અધિકારી ના વિડિઓ વાયરલ થયા હતા તેથી આ જાહેરાત કરવામાં આવી હતી.

સ્મશાન ભૂમિમાં મૃત્યુના આંકડા લેવા જતાં પત્રકારોને રોકવા માટે પાલિકાએ બંદોબસ્ત ગોઠવ્યો: શહેરમાં કોરોના સંક્રમણને લઈને રોજે રોજ મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મૃતકોના આંકડા પાલિકા દ્વારા છુપાવવામાં આવતા હોવાથી પત્રકારો સીધા સ્મશાન ભૂમિમાંથી આંકડા મેળવતાં હોય છે. જો કે, પત્રકારોને અટકાવવા માટે પાલિકા દ્વારા સ્મશાનભૂમિના ગેટ પર 3 જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. આ જવાનો પત્રકારોને અંદર જતા અટકાવતાં હોવાનું સામે આવ્યું છે. પાલિકા દ્વારા અશ્વિનીકુમાર અને જ્હાંગીરપુરા સ્મશાનભૂમિ ખાતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

ગઈકાલે સુરત મ્યુનિસિપાલટી કમિશનર બછાનિધિ પાની દ્વારા મીડિયા ને શમશાન ગૃહ માં જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મીડિયા દ્વારા સરકાર ની પોલ ખોલવામાં આવી રહી હતી તેથી આ નિર્ણય લેવાયો છે. સ્મશાન ગૃહ ના ગેટ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે , આ પોલીસ ફક્ત મીડિયા માટે જ મુકવામાં આવી છે. સરકાર અને મહાનગરપાલિકા ના મૃત્યુ ના આંકડા માં ગડબડ ના કારણે આ નિર્ણય લેવાયો છે.

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ