બેગમપુરા વિસ્તારમાં ચાલતાં જુગારધામ પર સ્ટેટમોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 80થી વધુ જુગારીઓ ઝડપાયા

493

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

બેગમપુરાના તુલસી ફળીયામાં જુગારધામ ચાલતુ હતું
પોલીસે પાડેલા દરોડામાં લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

શહેરમાં આવેલા બેગમપુરા વિસ્તારમાં આવેલા તુલસી ફળિયામાં ચાલતાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં છે. સ્ટેટમોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 80થી વધુ જુગારીઓ ઝડપાયા છે. આસિફ ગાંડાના જુગારધામ પર પડેલા આ દરોડામાં પોલીસને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યાં છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સિલાઈ મશીનના કામની આડમાં જુગારધામ ચલાવવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

એરકન્ડિશન જુગારધામ ધમધમતું
આસિફ ગાંડાનું બેગમપુરા વિસ્તારમાં આવેલું બે માળનું એર કન્ડિશન જુગારધામ ઝડપાયું છે. પોલીસે રેડ દરમિયાન બન્ને માળમાં આરોપીઓને જુગાર રમતાં રંગેહાથ પકડી લીધાં છે. આરોપીઓ હારજીતનો જુગાર રમતા હોવાથી પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોના સમયે લોકો એકઠા થયા
હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે ત્યારે આસિફ ગાંડાના એર કન્ડિશન વાળા જુગારધામ પર મોટી સંખ્યામાં લોકો જુગાર રમતા આવતાં હોવાનું સામે આવ્યું છે.જુગારીઓમાં કોરોનાનો જરા પણ ડર ન હોય તે રીતે મોટી સંખ્યામાં બન્ને માળ પર જુગાર રમતાં રેડમાં ઝડપાયાં છે.

પોલીસે શટર તોડી રેડ કરી
આસિફ ગાંડાનું જુગારધામ શટર બંધ કરીને ચાલતું હતું. જેથી સૌ પ્રથમ સ્ટેટની ટીમે શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસની રેડની જાણ થતાં જ જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મોટી સંખ્યામાં જુગારીઓને જોતા અને સેન્સિટીવ વિસ્તાર હોવાથી સ્ટેટની ટીમે સ્થાનિક પોલીસની પણ મદદ માંગી હતી. સ્થાનિક પોલીસ આવતાં તમામ જુગારીઓને ઝડપી લેવાયાં હતાં.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત


અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ