સુનિતા યાદવે ફેસબુક લાઈવ માં કહ્યુ મારે આત્મહત્યા કરવી પડશે ,મારા મર્યા પછી મારી બોડી ને જોવા એક વાર મોદી જી જરૂર આવે

7305
Published on: 7:39 pm, Fri, 17 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સુનીતા યાદવ દ્વારા આજ રોજ ફેસબુક લાઈવ કરી પોતાની તકલીફ વર્ણાવી. લોકો ને આપી સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની સલાહ. સુનિતા યાદવે લાઇવ માં છેલ્લે કહ્યું કે મારા મર્યા પછી મારી બોડી ને જોવા એક વાર મોદી જી જરૂર આવે અને આર્મી કપડાં માં મારી બોડી હોય અને તિરંગા સાથે અંતિમવિધિ થાય એવી મારી ઈચ્છા છે.

સુનિતા યાદવે વધુ માં કહ્યું કે મને હેલ્પ ( મદદ ) ની જરૂર છે.હું મારા ઘર ની અંદર કેદ છું મારે બહાર નીકળવું છે પણ નથી નીકળી શકતી. ડર છે કે બહાર નિકલીશ તો મારા પર હુમલો થઈ શકે છે.

વધુ માં કહ્યું છે મારે મોદી સાહેબ , આર્મી ચીફ , ડી.આઈ.જી , પોલીસ કમિશનર ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરાવી આપો. મને અને મારા પરિવાર ને તકલીફો આપવામાં આવી રહી છે. અને એ પણ કહ્યું કે મને આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને તેમના પુત્ર તથા એમના સ્પોર્ટર સાથે કોઈ દુશ્મની નથી. બસ એ લોકો ની ભૂલ ન કારણે મને શા માટે પ્રેશર આપવામાં આવે છે. ભુલ એ લોકોએ કરી તો પણ એ લોકો ખુલ્લેઆમ રખડે છે પણ હું ઘર માં કેદ છે : સુનિતા

વધુ માં જણાવ્યું કે મારે મરવું નથી , પણ જો મને આવી રીતે પ્રેશર મળતું રહશે તો આત્મહત્યા કરી લહીશ, મારા પરિવાર પણ મને કહે છે કે આપડે સમાજ સેવા નથી કરવી. સુનિતા યાદવે જણાવે છે કે મારે આર્મી માં જવું હતું પણ અંગત કારણસર જોઈન ના કરી શકી પણ હવે આઈ.પી.એસ ઓફીસર બનવું છે તો ઉપરી અધિકારી ઓ મદદ કરે.

વધુ માં સુનિતા યાદવે બોલિવૂડ સ્ટાર શુશાંત સિંહ રાજપૂત સુસાઇડ ની પણ વાત કરી અને કહ્યું કે આ આત્મહત્યા નથી મર્ડર છે અને મારે પણ આની જેમ જ આત્મહત્યા કરવી પડશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

ફેસબુક પેજ   :    https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ