આર્થિક તંગી થી હેરાન થયેલા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ ની માંગ માટે અપાયા આવેદનપત્ર

3538
Published on: 4:15 pm, Sat, 18 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

કોરોના મહામારી વચ્ચે મિડલ કલાસ ના લોકો હેરાન થઈ રહ્યા છે. આર્થિક સહાય મળે એ માટે ની માંગ સાથે વારંવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છે છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આજ રોજ સી.આર.પાટીલ ને પણ આર્થિક સહાય માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.

કોરોના વાયરસ ના કારણે છેલ્લાં 4 મહિના થી હીરા ફેક્ટરી ઓ બંધ હોવાથી લોકો ની રોજગારી છીનવાઈ ગઇ છે. ઘણા રત્નકલાકારો આત્મહત્યા પણ કરી લેતા હોય છે , આર્થિક તંગી થી પીડાઈ રહ્યા છે

જય ભારત સાથે જણાવવાનુ કે વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે હીરાઉધોગ બંધ છે જેના કારણે સુરત ખાતે થી રત્નકલાકારો હજારો ની સંખ્યા મા રત્નકલાકારો હિજરત કરી રહ્યા છે

કેમ કે કોરોના વાયરસ ના આગમન પહેલા થી જ મંદી ના કારણે રત્નકલાકારો બેરોજગારી અને આર્થિકતંગી થી પીડાય રહ્યા હતા

ત્યા જ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે જે લોકડાઉન જાહેર કરવા મા આવ્યુ તેની ગંભીર અસર હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ઉપર પડી છે

કેમ કે લોકડાઉન દરમિયાન સરકારશ્રી દ્વારા એવો પરિપત્ર જાહેર કરવા મા આવ્યો હતો કે દરેક કંપની એ પોતાના કામદારો ને લોકડાઉન નો પગાર ચૂકવવો પડશે અને જો કંપની ઓ તેમ કરવા મા કસૂર કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવા મા આવશે પરંતુ તે પરિપત્ર નો અમલ સરકાર કરાવી શકી નહીં

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા હીરાઉધોગ ની 149 મોટી કંપની ઓ સામે લોકડાઉન ના પગાર ના ચૂકવવા બાબતે સુરત જિલ્લા કલેકટરશ્રી અને સુરત ડેપ્યુટી લેબર કમિશનરશ્રી સમક્ષ ફરિયાદ કરવા મા આવી છે જેમા મોટા ભાગની કંપની ઓ ને કારણદર્શક નોટિસ પણ ડેપ્યુટી લેબર કમિશનરશ્રી એ પાઠવી હતી ત્યાર બાદ લોકડાઉન ના પગાર બાબતે સુપ્રીમ કોર્ટ મા પિટિશન દાખલ કરવામા આવી છે
અને હાલ લોકડાઉન ના પગાર બાબતે નો આખો મામલો સુપ્રીમ કોર્ટ મા કાયદાકીય ગુંચ મા અટવાયેલો છે

ત્યારે બીજી તરફ સરકારશ્રી દ્વારા પણ રત્નકલાકારો ને કોઈ જ સહાય કે મદદ મળી નથી જેના કારણે ખૂબ ટૂંકા ગાળા મા 4 રત્નકલાકારો એ બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે

હીરાઉધોગ ના કારીગરો ની દશા એવી છે કે એક તરફ માલિકો એ લોકડાઉન નો પગાર નથી ચૂકવ્યો તો બીજી તરફ સરકારે પણ કોઈ મદદ ના કરી પછી રત્નકલાકારો આપઘાત નો કરે તો કરે સુ ???

માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા તારીખ:06/07/2020 ના રોજ સુરત જિલ્લા કલેકટરશ્રી મારફતે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર પાઠવી રત્નકલાકારો ને આર્થિક પેકેજ જાહેર કરવા ની માંગણી કરવા મા આવી હતી

આર્થિક પેકેજ ની માંગણી ને વિધિવત રીતે સરકારશ્રી સુધી પહોંચાડવા ના હેતુ માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા અત્યારે સુરત ના ચૂંટાયેલા જનતા ના પ્રતિનિધિ ઓ ની મુલાકાત કરવા નુ અને રત્નકલાકારો ને આર્થિક પેકેજ ની માંગણી નુ સમર્થન કરવા તથા આર્થિક પેકેજ ની માંગણી ને સરકારશ્રી સુધી પહોંચાડવા માટે એક આવેદનપત્ર પાઠવવાનુ નક્કી કરવા મા આવેલ જેને અનુસંધાને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા અત્યાર સુધી મા નવસારી ના સાંસદ સભ્ય શ્રી.સી.આર.પાટીલ ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી ધારાસભ્ય શ્રીજંખના બેન પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરવા મા આવી હતી રૂબરૂ મુલાકાત દરમિયાન તેમણે ઉપરોક્ત બાબતે સાથ સહકાર આપવા ની અને આર્થિક પેકેજ ની માંગણી ને સરકારશ્રી સુધી પહોંચાડવા ની ખાતરી આપી હતી

સુરત ના સાંસદ સભ્ય શ્રી દર્શના બેન જરદોષ હાલ હોમ કોરોન્ટાઇન હોવાથી તેમણે લેખિત રજૂઆત મોકલી દેવા જણાવ્યું છે તેમણે પણ સાથ સહકાર આપવા ની ખાતરી આપી છે અન્ય તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઓ નો પણ સમય માંગવા મા આવી રહ્યો છે

અમદાવાદ ના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર અને મનહરભાઈ પટેલ દ્વારા પણ રત્નકલાકારો ને આર્થિક પેકેજ આપવા સરકારશ્રી ને રજુઆત કરી છે

હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ની સમસ્યા નુ નિરાકરણ કરી સરકારશ્રી દ્વારા તાત્કાલિક જો રત્નકલાકારો ને આર્થિક મદદ નહીં કરવા મા આવે તો પરિસ્થિતિ ખૂબ ખરાબ થવાની શકયતા છે

બે મહિના લોકડાઉન પછી અનલોક મા પણ એક મહિના થી હીરાઉધોગ બંધ જેવી જ સ્થિતિ મા છે ત્યારે રત્નકલાકારો ભારે આર્થિક મુશ્કેલી મા મુકાય ગયા છે
અમે આંદોલન કરી બધા ના જીવ ને જોખમ મા મુકવા નથી માંગતા પણ જો સરકાર રત્નકલાકારોની માંગણીને આવી જ રીતે અવગણશે તો અમારા વધુ રત્નકલાકારો આપઘાત કરી જીવન ટૂંકાવી લેશે
તો અમે ઘર મા ઘરી ને બેસી નહીં રહીએ જેની નોંધ લેશો

આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા રત્ન કલાકારો ના પરિવાર ને પણ કંપની કે સરકાર તરફ થી કોઈ જ આર્થિક સહાય કે મદદ કરવા મા આવતી નથી જેના કારણે તેમનો પરિવાર ખૂબ જ કપરી પરિસ્થિતિ મા મુકાય જાય છે

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત

પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા
મો.8758806097
ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક
9978438830
પ્રવક્તાશ્રી ભરતભાઈ હડિયા
7487877707
ઓફીસ:2116 ધ પેલેડીયમ મોલ યોગી ચોક વરાછા રોડ સુરત

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ