કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – અમદાવાદ યુવાટીમ દ્વારા વિરમગામ (અમદાવાદ) તાલુકા ની તમામ આંગણવાડી કેન્દ્રમાં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું.

669
Published on: 11:38 am, Tue, 21 July 20

વિરમગામ અમદાવાદ
કોરોના ઇફેકક્ટ્સ


ગુજરાત માં અલગ અલગ સ્થળ પર જઈ વૃક્ષો વાવી, વરસાદ લાવવા માંગતા યુવાનો એટલે કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ની યુવા ટિમ. ગ્લોબલ વોર્મિંગ ને કારણે વરસાદ ઓછો પડી રહ્યો છે અને કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે સ્વચ્છ વાતાવરણ મળી રહે એ માટે કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ નિં યુવા ટિમ વૃક્ષો વાવી રહી છે.

એક તરફ જયારે ગ્લોબલ વોર્મિંગ ને કારણે વરસાદ ઓછો પડી રહ્યો છે અને કોરોના જેવી વૈશ્વિક બિમારી ચાલી રહી છે ત્યારે સ્વચ્છ વાતાવરણ માં સ્વચ્છ ઓક્સિજન મળી રહે તે માટે યુવાનો એ વૃક્ષો વાવીને એક અનોખી પહેલ કરી છે. ચાલુ વર્ષે અને આ મહામારીનો સમય હોવા છતા પણ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ વિરમગામ (અમદાવાદ) તાલુકાના યુવાનો પોતાની કાર્યશૈલી માં લાગી રહયા છે અને સમાજ સુધી ” પ્રકૃતિના ખોળે ” કાર્યક્રમ ની પહેલ કરી છે. જ્યારે મનન પટેલ અને રવિરાજ પટેલ એ જણાવ્યું હતું કે વિરમગામ (અમદાવાદ)તાલુકાના આંગણવાડી કેન્દ્રો માં શ્રી હરિ ફાર્મ & નર્સરી ના સહયોગ થી અને કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ નાં સહયોગ થી લીમડો , આસોપાલવ , પીપળો , વડ , ગુલમહોર , આંબા , જાબુડા વગેરે વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત , અનેક ફુલછોડ અને સરગવા , કરમદા , સેતુર જેવા આયુર્વેદિક રોપા નું રોપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત , એક શપથ પણ લીધા હતા કે ” જીવીશુ ત્યાં સુધી જતન કરીશું અને કોઇ પણ નવા સભ્યો નું ગ્રુપમાં આગમન થાય એટલે એક વૃક્ષ ફરજીયાત વાવવામાં આવશે.

વિશેષ માં કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – અમદાવાદ ના સ્થાપક મનન પટેલ અને રવિરાજ પટેલ એ એક અપીલ પણ કરી છે કે આ વૈશ્વિક કોરોના ની મહામારી માં અમારા ગ્રુપ થકી જે કંઇ મદદ થશે તે અમે કરીશું અને બને ત્યાં સુધી બિનજરૂરી કાર્યો માટે લોકો બહાર જવાનું ટાળે અને મોઢા પર માસ્ક અવશ્ય પહેરે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ