71 વર્ષીય મહિલા નથી સિવિલ માં કે નથી સ્મિમેર માં , પરિવાર માજી ની શોધ માં

754
Published on: 1:10 pm, Tue, 21 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

આ એજ મણીબેન છે જેની સાથે પહેલા પણ તંત્ર દ્વારા ઘોર બેદરકારી કરવામાંઆવી હતી. હોસ્પિટલમાં થી રજા અપાયા બાદ મહિલા ને ઘરે મૂકી જવાના બડલે પોતાના ઘર થી 8 કિલોમીટર દૂર ઉતારી દેવાયા હતા.

19 તારીખે ફરી આ માજી ને કોરોના લક્ષણ દેખાતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેની સ્લીપ એમના પરિવાર ને સોપવામાં આવી હતી જે એમની જોડે છે પણ.  2 દિવસ થી આ માજી નો દીકરો સિવિલ માં માજી ની હાલચાલ પૂછવા હોસ્પિટલ ના હેલ્પલાઇન નંબર પર કોલ કરી માજી વિશે પૂછતાં તંત્ર દ્વારા જવાબ મળે છે કે માજી ને સ્મિમેર હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. તો માજી ના દીકરા દ્વારા સ્મિમેર માં તપાસ કરાતા ત્યાંથી એવો જવાબ મળે છે કે માજી અહીંયા આવ્યા જ ને નથી, આ નામનું અહીં કોઈ દર્દી આવ્યું જ નથી..

મૂળ પ્રશ્ન એ ઉભો થાય છે કે તો માજી છે ક્યાં ??  સિવિલ માં દાખલ કરાયા હતા જેની સાબિતી પણ છે છતાં સિવિલ અધિકારીઓ પાસે માજી વિશે કેમ કોઈ રેકોર્ડ નથી.

મણીબેન જાદવજીભાઈ ડાભી ને તારીખ 19 /7 /૨૦ના રોજ 3:30 કલાકે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ સાંજે ત્યાંના હેલ્પલાઇન નંબર 0261 270 1800 પર કોલ કરી મણીબેન ના વોર્ડ નંબર સહિતની માહિતી માંગી તેમણે આપી નહીં અમે એમને પૂછ્યું ક્યાં છે તેઓ અને તેમનો બેડ નંબર અને કયા રૂમમાં છે તે માહિતી આપો પરંતુ તેઓ માહિતી આપતા નથી ફરીવાર આ નંબર પર ફોન કરતા તેઓએ જણાવ્યું કે આપના માજી ને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે આજે ત્રણ દિવસ થયા નથી સ્મીમેરમાં મળતા કે નથી તે સિવિલમાં પણ નથી મળતા અમારે એમને શોધવા ક્યાં તેમના દીકરાઓ સાયણમાં રહે છે ત્યાંથી સિવિલ અને સ્મીમેર ના ધક્કા ખાઇને થાકી ગયા છે હવે કોઈ સાચી માહિતી આપતા નથી આ એ જ માજી છે જેમના ઘરે થી ત્રણ કિલોમીટર દૂર ઉતારીને ચાલ્યા ગયા હતા.


ઘટના જાણે એમ છે કે 2 દિવસ પહેલા સાયણ ગોથાણ રોડ પર આવેલી ભક્તિધારા સોસાયટી માં રહેતા 71 વર્ષીય કોરોના ની સારવાર માટે દાખલ થયા હતા પરંતુ બીજા દિવસે જ હોસ્પિટલમાં થી આ મહિલા ને ઘર સુધી મુકવા આવવાને બદલે ઘર થી 8 કિલોમીટર દૂર ઉતારી દેવાતા સર્જાયો વિવાદ.

ઓલપાડ તાલુકા મ આવેલ સાયણ ગોથાણ રોડ પર આવેલી ભકિતધારા સોસાયટી માં E/202 માં રહેતા મણીબેન જાદવભાઈ ડાભી ને કોરોના લક્ષણ જણાતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં 15 જુલાઈ ના રોજ દાખલ કરાયા હતા. પરંતુ દાખલ કર્યો ના બીજા દિવસે જ તેમને સ્મીમેર હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી હતી , અને ગાઈડલાઈન મુજબ ડિસ્ચાર્જ દર્દી ને ઘર સુધી મૂકવા જવાની જવાબદારી હોસ્પિટલ તંત્ર ની હોય છે , પરંતુ આ મહિલા ને તેમના ઘર થી 8 કિલોમીટર દૂર સાયણ ને બદલે ઓલપાડ માં મૂકી તંત્ર રવાના થઈ ગયું હતું. 71 વર્ષીય બીમાર વૃદ્ધ મહિલા સરખું બોલી પણ શકતા ન હતા કે ચાલી શકતા ન હતા , ઓલપાડ ના સેવાભાવી લોકો તેમને નજીક આવેલ સાધીયેર ખાતે મૂકી ગયાં હતાં. સદનસીબે ત્યાં તેમને ઓળખીતા મળી જતા મહિલા ને ઘરે મૂકી ગયા હતા.

આ સમગ્ર ઘટના વિશે મહિલા ના પુત્ર દલસુખ ભાઈ ને જાણ થતાં તેમણે આ વાત ની જાણ નગર સેવક દિનેશભાઇ કાછડીયા ને કરી હતી અને જણાવ્યું હતું કે મારી તબિયત પણ ખરાબ હોવાથી હું પણ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યો છું અને મારી સોસાયટી વાળા પણ અંગગમ્યુ વર્તન કરી રહ્યા હતા આ રોગ મને એકલા ને તો નથી થયો ને કે હું આ રોગ સામે ચાલી ને નથી લાવ્યો.

તંત્ર સામે કાયદેસર પગલાં લેવા જોઈએ અને આ મહિલા જો ઓલપાડ માં ખોવાઈ જાત અથવા તો અકસ્માત થઈ જાત તો જવાબદારી કોની ??

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

 

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ