ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના ઉપ પ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક ની સુરત પોલીસ દ્વારા અટકાયત

2204
Published on: 12:36 pm, Wed, 29 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

ઉપવાસ કરતા પહેલાં વરાછા પોલીસ દ્વારા મારી અટકાયત કરવામાં આવી

હીરા ઉધોગ ના રત્નકલાકારો ની સમસ્યા બાબતે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેકટરશ્રી ની કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવા મા આવનાર હતુ

ઉપવાસ આંદોલન ની પરવાનગી પણ પોલીસ કમિશનરશ્રી ની કચેરી ખાતે થી માંગવા મા આવી હતી પરંતુ છેલ્લી ઘડી એ ઉપાવસ આંદોલન ની પરવાનગી આપવા ઇનકાર કરવા મા આવ્યો હતો અને આજે સવારે જ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના ઉપ પ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક ની તેમના નિવાસ સ્થાને થી અટકાયત કરી લેવા મા આવી હતી

વરાછા પોલીસ સ્ટેશન દ્વારા તેમની અટકાયત કરવા મા આવી છે માટે ભાવેશભાઈ ટાંક એ વરાછા પોલીસ સ્ટેશન મા પોતાના ઉપવાસ ચાલુ રાખ્યા છે અને અમારી માંગણી ઓ અને અમારા સુરત કલેકટરશ્રી ની કચેરી ખાતે ના ઉપવાસ આંદોલન ના કાર્યક્રમ ને પોલીસ દ્વારા મંજૂરી ના મળે ત્યા સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવા મા આવશે

સુરત મા આજે વધુ એક રત્નકલાકારે બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ ત્યારે સરકાર અને પોલીસે રત્ન કલાકારો ના આગેવાનો ને પકડવા ને બદલે સમસ્યા ને પકડી ને નિરાકરણ કરવુ જોઈએ નહીંતર હજી વધુ ખરાબ સમય આવશે

હીરા ઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ની માંગણી ઓ 

(1)રત્ન કલાકારો ને લોકડાઉન નો પગાર ચૂકવો
(2)રત્નકલાકારો ને આર્થિક પેકેજ જાહેર કરો
(3)સારવાર મા બેદરકારી બદલ અવસાન પામેલ હરસુખભાઈ ના પરિવાર ન્યાય આપો
(4)હીરા ઉધોગ ને તાત્કાલિક ચાલુ કરો
(5)બેરોજગારી ના લીધે આપઘાત કરતા રત્નકલાકારોના પરિવાર ને આર્થિક મદદ કરો
(6)કોરોના વાયરસના કારણે જીવ ગુમાવતા રત્નકલાકારો ના પરિવાર ને આર્થિક મદદ કરો
ઉપરોકત માંગણી ઓ ને અનુસંધાને આજે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવા મા આવનાર હતુ જે કાર્યક્રમ ને પોલીસ એ છેલ્લી ઘડી એ પરવાનગી આપવા ઇનકાર કરવા મા આવ્યો હતો
પોલીસ ની પરવાનગી નહી મળતા આજનો કાર્યક્રમ અમે મોકૂફ રાખ્યો હતો તેમ છતા પોલીસ દ્વારા ભાવેશભાઈ ની અટકાયત કરવા મા આવી છે એ વખોડવા ને પાત્ર છે

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત

પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા
મો.8758806097
ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક
9978438830
પ્રવક્તાશ્રી ભરતભાઈ હડિયા
7487877707
ઓફીસ:2116 ધ પેલેડીયમ મોલ યોગી ચોક વરાછા રોડ સુરત

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ