હાલમાં કોરોના મહામારીનાં કારણે દિવાળી સુધી i follow ઝુંબેશ ચલાવવા આવે : દિનેશ કાછડીયા કોર્પોરેટર 

479
Published on: 11:18 am, Sun, 2 August 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સુરત શહેરમાં કોરોના મહામારીને કારણે છેલ્લા ચાર મહિનાથી લોકો રોજીરોટીથી વંચિત છે. ઘણી મુસીબતોમાં લોકો પોતાનું જીવન વિતાવી રહ્યા છે, આવા સમયે ટ્રાફિક પોલીસ દ્વારા દિવાળી સુધી કોઈની પણ પાસે દંડ નહી ઉઘરાવવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અને સુરત પોલીસ કમિશનર શ્રી બ્રહ્મભટ્ટ સાહેબને પત્ર લખીને રજૂઆત કરી. હાલમાં કોરોના મહામારીનાં કારણે દિવાળી સુધી i follow ઝુંબેશ ચલાવવા માટે તેમજ લોકોમાં જનજાગૃતિ આવે તેવી ઝુંબેશ ચલાવવામાં આવે. આ દરમિયાન કોઈની પાસે દંડ નહીં લેવા માટે રજૂઆત કરી.

કોરોના જેવી મહામારીમાં ભારતમાં અને એમાં સુરતમાં છેલ્લા પાંચ મહિનાથી લોકો રોજીરોટી માટે અટવાઈ રહ્યા છે ખાવાના પણ ફાંફા છે એવા સમયમાં સવાર સવારમાં વૈશાલી રોડ થી વરાછા મેઇન રોડ તરફ જતા વળાંકમાં કોઈને દેખાય નહીં એવી રીતે 15 થી 20 પોલીસ જવાનો કોઈ આતંકવાદી ની રાહ જોઈને બેઠા હોય એવું લાગી રહ્યું છે પરંતુ નજીક જઈને જોતા લોકો પાસે દંડ ઉઘરાવતા હતા મને ખબર નથી પડતી આટલી મહામારી ચાલતી હોવા છતાં લોકોની પાસે કામ ધંધા નથી આવી રીતે એક ખૂણામાં ઊભા રહીને દંડ લેવો કેટલું વ્યાજબી છે હું પોલીસ કમિશનર શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ ને કહેવા માગું છું આપ સાહેબ આ સુરતના લોકોની વેદના સમજો અને દિવાળી સુધી દંડ માંથી મુક્તિ આપો એવી અમારી માંગ છે. #દિનેશ_કાછડીયા #કોર્પોરેટર #સુરત_મહાનગરપાલિકા

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો