ગુજકેટ ની પરીક્ષા માટે ની હોલ ટીકીટ ઓનલાઈન જાહેર : 13 ઓગસ્ટ

577
Published on: 6:22 pm, Thu, 13 August 20

ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

કોરોના મહામારી દરમિયાન ગુજકેટ ની પરીક્ષા ની જાહેરાત કરવામાં આવી છે . ઉમેદવારો એ હોલ ટીકીટ ફક્ત ઓનલાઈન ડાઉનલોડ કરવાની રહેશે. કોરોના સંક્રમણ ન વધે એ માટે સોસીયલ ડિસ્ટન્સ સાથે અને ફરજિયાત માસ્ક પહેરી ને પરીક્ષા આપવાની રહેશે. કોરોના સંક્રમણ ને ધ્યાન માં લઇ ને હોલ ટિકીટ પર પ્રિન્સિપાલ ની સહી કે સિકક નહિ હોય તો પણ ચાલશે.

ગુજકેટના ઉમેદવારોએ હોલ ટિકિટ લેવા માટે વેબસાઈટ gujcet.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી 13 ઓગસ્ટ 2020 સાંજના 6 વાગ્યાથી ડાઉનલોડ કરી શકશે. જેમાં ગુજકેડ-2020માં માટે કરેલા આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ-ડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર નાંખીને હોલ ટોકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ હોલ ટિકિટ સર્ચ કરી અને જન્મ તારીખની વિગતો ભરીને ડાઉનલોડ કરી શકશે.

શું છે નિયમો

જૂની તારીખ(31 માર્ચ) વાળી હોલ ટિકિટ માન્ય રહેશે નહીં.
હોલ ટિકિટ માત્ર ઓનલાઈન જ મળશે અને તેના પર સ્કૂલના પ્રિન્સિપાલના સિક્કાની જરૂર નથી. વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટ સાથે કોઈપણ એક ફોટો આઈડી પ્રૂફ(આધાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ અથવા ધો.12ની મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ) સાથે લઈ જવાની રહેંશે.

 

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

 

  આપના બિઝનેશ ને વધારવા અને લોકો સુધી પહોચાડવા એડ માટે કોન્ટેક્ટ કરો

વોટ્સએપ ગૃપ માં જોડાવ હેલો લખી મેસેજ કરો

+91 98247 23317