અંદાજે 2 વર્ષ પહેલાં બનાવેલા બ્રિજ માં પણ દેખાય સળિયા, હજીરા હાઇવે માં પણ પડ્યા ખાડા

758
Published on: 2:24 pm, Tue, 18 August 20

ગોથાણ બ્રિજ
સુરત ગુજરાત

ઓલપાડ તાલુક માં આવેલ ઉમરા- ગોથાણ ગામ નો હાઇવે રોડ સોસિયલ મીડિયા માં ચર્ચા નો વિષય બન્યો છે. ગઇ કાલે વરાછા ના કોર્પોરેટર દિનેશભાઇ કાછડિયા એ પણ આ એરિયા ની મુલાકાત લીધી હતી અને રોડ ના દ્રશ્યો લાઈવ ફેસબુક માધ્યમથી થી લોકો સુધી પહોંચાડ્યા હતા.

આજ રોજ હું અને મારા મિત્ર દ્વારા ફરી એક વાર રોડ ફેસબુક માધ્યમથી થી લોકો ને બતાવ્યા હતા અને ખાડા રિપેર કરતા એસ.એમ.સી અધિકારી ઓ આ અંગે સવાલો કર્યા હતા. અધિકારી પી.એન.પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે જેટલી વાર ખાડા પડશે અમે ખાડા બુરી દેશું.. શુ આ યોગ્ય જવાબ કહેવાય ??

રોડ બનાવાને બદલે થુંક ના સાંધા કરી દેવામાં આવ્યા છે પરંતુ મોટા વાહનો ચાલતા હોવાથી ફરી ખાડા પડી જાય છે.

અંદાજે 2 વર્ષ પહેલાં ઉમરા- ગોથાણ ગામ પાસે રેલવે ફલાય બ્રિજ બનાવામાં આવ્યો હતો જેના અમુક મહિના બાદ જ બ્રિજ માં સળિયા દેખાવા લાગ્યા હતા જેથી બેદરકારી સામે આવી હતી જેથી અધિકારી ઓ થિંગડા મારી ગાબડાં પુરી દીધા હતા પરંતુ આજ રોજ ફરી અંદાજે પુલ બન્યા ના 2 વર્ષ માં જ ફરી બ્રિજ નો રોડ તૂટ્યો છે.

તો શું કોન્ટ્રેક્ટરે બ્રિજ સરખો નહિ બનાવ્યો હોય ??

કે પછી બ્રિજ બન્યા પછી ચેક કરવા આવતા અધિકારીઓ એ કોન્ટ્રકટર પાસે થી બ્રિજ પાસ કરાવવાના પૈસા લીધા હશે ??

સવાલો તો ઘણા છે પણ જવાબ દેવા માટે અધિકારી ઓ નથી.

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે જોડાઈ રહેવા માટે આજે જ અમારું ફેસબુક પેજ લાઈક કરો

વોટ્સએપ ગ્રુપ માં જોડાવ +91 98247 23317 માં હેલો લખી સેન્ડ કરો

આપના બિઝનેશ ને વધારવા અમારી ન્યૂઝ માં એડ આપવા કોલ કરો