ગૌતસ્કરી અને ગૌહત્યાના આરોપીઓને સખ્ત સજા થાય એ માટે ઉમરેઠ મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ

852
Published on: 6:19 pm, Tue, 18 August 20

આણંદ ગુજરાત
ગૌ હત્યા કાંડ

એક બાજુ કોરોના વાયરસે મહામારી એ સમગ્ર દેશ ને પાયમાલ બનાવી દીધો છે અને બીજી બાજુ વરસાદ ના કારણે ઘણા લોકો ઘરવિહોણા બન્યા છે , એવામા સરકાર દ્વારા અનલોક કર્યા બાદ વિવિધ નિયમો નું પાલન કરવામાં પોલીસ વ્યસ્ત છે એવામાં ગૌ હત્યારાઓ બેફામ બન્યા છે.

શ્રી ઠાકર રામજી મંદિર ડાકોર ધામ ના 108 મહંતશ્રી રણછોડદાસ બાપુ તથા ઉમરેઠ તાલુકા ના ક્ષત્રિય રાજપુત સમાજ અને માલધારી સમાજ ના આગેવાનો દ્વારા સુરેલી ગામ ના ગૌહત્યા ના આરોપીઓ ને કડક માં કડક સજા થાય એ માટે આવેદનપત્ર આપી સખ્ત સજા ની માગણી કરવામા આવી.

આણંદ જિલ્લામાં આવેલ ઉમરેઠ તાલુકા સુરેલી સુંદલપુરા ગામ પાસે ભાટોડાપરા વિસ્તારમાં થી પશુપાલક ની ગાયો ની ઉઠાંતરી કરી કતલ કરવા લઈ જવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે પશુપાલક જીવણભાઈ જેણાભાઈ ની ગાયો ને સિમ વિસ્તારમાં ચરવા છૂટી મૂકી હતી સાંજે પશુઓ નું ઘણ પરત આવતા તેમાથી ચાર ગાયો અને એક આંખલો ગાયબ હતો, આ જોઈ પશુપાલક પશુઓની શોધખોળ કરતા , જીવનભાઈ ના જણાવ્યા મુજબ સ્વામીપુરા પાસે 2 ગાયો બાંધેલી હાલત માં જોવા મળતા પશુ માલિકે અમદાવાદ ના ગૌ રક્ષકો ને જાણ કરી હતી અને ઉનરેઠ પોલીસ ને જાણ કરી હતી.

ઉમરેઠ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે 1 ગાય ની ચામડી અને હાડકા ઓ જમીન પર પડ્યા હતા અને 3 ગાયો જીવંત હાલત માં મળી આવી હતી પરંતુ 1 આખલો સાથે લઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. ઉમરેઠ પોલીસે ગૌ હત્યા નોં ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો