રત્નકલાકારો ની કોરોના ની સારવાર નો ખર્ચ સરકાર આપે અને સારવાર દરમિયાન રજા નો પગાર પણ ચાલુ રહે તેવી માંગ : ડાયમંડ વર્કર યુનિયન

979
Published on: 6:39 pm, Thu, 3 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

જય ભારત સાથે જણાવવાનુ કે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને મોટી સંખ્યા મા રત્નકલાકારો બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે છતા સરકાર કે ઉધોગપતિ ઓ ના પેટ નુ પાણી પણ હલતુ નથી

ગઈકાલે હીરાઉધોગ મા કામ કરતા વધુ એક રત્નકલાકારે એ બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ હતુ

હીરાઉધોગ ના રત્નકલાકારો બેરોજગારી ના કારણે ભારે આર્થિક સંકટ મા ફસાયેલા હતા ત્યા કોરોના વાયરસ ના કારણે સરકારે જે લોકડાઉન જાહેર કર્યું તેની ગંભીર અસર રત્નકલાકારો ઉપર પડી છે

સરકારે લોકડાઉન જાહેર કર્યું ત્યારે તો મોટા ઉપાડે એવો પરિપત્ર જાહેર કર્યો હતો કે કમદારો ને લોકડાઉન નો પગાર દરેક કંપની એ ચૂકવવો પડશે પણ સરકાર રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર ઉધોગપતિ ઓ પાસે થી અપાવવા મા નિષ્ફળ રહી હતી

માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત ની 149 મોટી કંપની ઓ સામે સરકાર ના પરિપત્ર મુજબ કામદારો ને પગાર નહી ચૂકવવા બાબતે સુરત જિલ્લા કલેકટર અને ડેપ્યુટી લેબર કમિશનર ને ઉપરોક્ત કંપની ઓ સામે કાયદેસરની ની કાર્યવાહી કરવા માટે ફરિયાદો દાખલ કરવા મા આવી હતી પરંતુ હીરાઉધોગ ના રાજકીયવગ ધરાવતા શેઠિયા ઓ સામે સરકાર અને એનુ તંત્ર ચાર પગે થઈ ગયુ છે જેના કારણે આ કંપની ઓ સામે કાર્યવાહી થઈ શકતી નથી

રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર ના મળવા ને કારણે અત્યારે મોટાભાગ ના રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને પોતાનુ તથા પરિવાર નુ ભરણપોષણ કરવા અસમર્થ બન્યા છે ત્યારે સરકાર અને ઉધોગપતિ ઓ રત્નકલાકારો રોડ ઉપર આવે એની રાહ જોવાને બદલે વધુ રત્નકલાકારો આપઘાત ના કરે એ બાબતે સાથે મળી રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર મળે અને સરકારશ્રી દ્વારા તાત્કાલિક રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા મા આવે તે ખૂબ જરૂરી છે નહીંતર હજી વધુ રત્નકલાકારો આપઘાત કરી જીવન ટૂંકાવશે એવી અમને આશંકા છે

લોકડાઉન જાહેર થયુ ત્યાર થી અત્યાર સુધી મા આશરે 12 રત્નકલાકારો એ બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે જેણે હીરાઉધોગ ના વિકાસ મા અને હીરા ની સાથે પોતાની જિંદગી ઘસી નાખી છે એવા રત્નકલાકારો જ્યારે આપઘાત કરી જીવન ટૂંકાવી લે છે ત્યારે એમના પરિવાર ને સરકાર કે ઉધોગપતિઓ એક પૈસા ની મદદ કરતા નથી

જેની મહેનત થકી ઉધોગપતિ ઓ આજે કરોડો મા રમે છે અને જેના પરિશ્રમ થકી સરકાર ને કરોડો રૂપિયા નુ વિદેશી હૂંડિયામણ મળે છે એવા રત્નકલાકારો સરકારે અને ઉધોગપતિ ઓ એ રત્નકલાકારો નોંધારા અને રામ ભરોસે રાખ્યા છે

હાલ મા પણ મોટી સંખ્યા મા રત્નકલાકારો કોરોના વાયરસ થી સંક્રમિત થઈ રહ્યા છે કેમ કે સરકાર અને ઉધોગપતિઓ એ એવી સ્થિતિ નુ નિર્માણ કર્યું છે કે જો રત્નકલાકારો કામે જાય તો કોરોના થી મરે અને જો ઘરે રહે તો ભૂખે મરે માટે કોરોના વાયરસ અને મોત ના જોખમ સાથે રત્નકલાકારો કામે જવા મજબુર બન્યા છે પણ જો ઉધોગપતિઓ અને સરકાર રત્નકલાકારો ની સમસ્યા ઓ ઉકેલશે નહીં તો પરિસ્થિતિ સ્ફોટક થવાની સંભાવના છે

સુરત કલેકટરશ્રી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા તાત્કાલિક એવુ જાહેરનામુ બહાર પાડવા મા આવે કે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો જો કોરોના વાયરસ નો ભોગ બને તો તેમની સારવાર નો તમામ ખર્ચ કંપની ભોગવે અને સારવાર દરમિયાન જે ગેરહાજરી રહે તેનો તમામ પગાર ચૂકવવા મા આવે તથા જો કોરોના વાયરસ ના કારણે રત્નકલાકાર નુ અવસાન થાય તો સરકાર અને માલિકો મળી રત્નકલાકારો ના પરિવાર ને 10 લાખ ની સહાય ચૂકવે એવો જાહેરનામુ બહાર પાડવા મા આવે એ બાબતે આવતી કાલે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેકટરશ્રી અને કમિશનરશ્રી ને રૂબરૂ મળી રજુઆત કરવા મા આવનાર છે

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત
પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા
મો.8758806097
ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક
9978438830
પ્રવક્તાશ્રી ભરતભાઈ હડિયા
7487877707
ઓફીસ:2116 ધ પેલેડીયમ મોલ યોગી ચોક વરાછા રોડ સુરત

લોકડાઉન દરમિયાન બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત કરનાર રત્નકલાકારો ની યાદી

(1)નામ:દર્શનભાઈ રમેશભાઈ ચૌધરી
ગામ:સુરત
ઉંમર:28

(2)નામ:ભુપેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ
ગામ:સુરત
ઉંમર:20

(3)નામ:કાનુભાઈ મધુભાઈ સાવલિયા
ગામ:સુરત
ઉંમર:37

(4)નામ:ગણેશભાઈ હીરાભાઈ દુધગરા
ગામ:સુરત
ઉંમર:36

(5)નામ:તરુણભાઈ મૈસૂરિયા
ગામ:સુરત
ઉંમર:40

(6)નામ:હરેશભાઇ કેસવજીભાઈ માંકડિયા
ગામ:સુરત
ઉંમર:43

(7)નામ:મિતેષભાઈ નંદકિશોરભાઈ પ્રજાપતિ
ગામ:સુરત
ઉંમર:41

(8)નામ:ભાવેશભાઈ નવનીતભાઈ નાવડીયા
ગામ:સુરત
ઉંમર:36

(9)નામ:હરેશભાઇ ગોરધનભાઈ સાવલિયા
ગામ:સુરત
ઉંમર 43

(10)નામ:પ્રકાશભાઈ કેશુભાઈ રાદડિયા
ગામ:સુરત
ઉંમર:30

(11)નામ:ભરતભાઈ નટવરભાઈ સરવૈયા
ગામ:સુરત
ઉંમર:42

(12)નામ:રાકેશભાઈ દેવસીભાઈ બારૈયા
ગામ:સુરત
ઉંમર:33

(13) નામ:યાસીનભાઈ સઇદ
ગામ:નવસારી
ઉંમર:45

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ 1 : https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ 2 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ 3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ 4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ