સુરત શહેર માં વસતા લોકો માટે નગર સેવક દિનેશ કાછડીયા એ કરી વ્યવસાય વેરામાફી ની માંગ

261

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

આખા વિશ્વમાં કાેરાેના ની મહામારી ના કારણે સુરત શહેરમાં માર્ચ મહિનાથી લોકડાઉન વન ટુ થ્રી પછી અનલોક વન ટુ થ્રી ફોર આવ્યા પછી ધંધા-રોજગાર નહીં હોવાના કારણે અનેક લોકો મુસીબતમાં છે લોકોને ઘર ચલાવવા મુશ્કેલ છે એવા સમયે સુરત મહાનગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાના બિલ લોકોને આપતા અનેક લોકો આનો વિરોધ કરે છે કારણ કે છેલ્લા છ મહિનાથી ધંધો છે નથી તો વ્યવસાય વેરો શેનાે ભરવાનો તેથી આજરોજ મ્યુનિસિપલ કમિશનર શ્રી બી એન પાની સાહેબ તેમજ મેયર શ્રી જગદીશભાઈ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી અનિલભાઈ ગોપલાની ને આજરોજ એક વર્ષ માટે વ્યવસાય વેરો માફ કરવા માટે રજૂઆત કરી.

          સમગ્ર વિશ્વ સહિત આપણા દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ની ગંભીર સમસ્યા થી લોકો ઝઝૂમી રહ્યા છે અને ગંભીર પરિસ્થિતિ ને કારણે ગુજરાત સરકાર દ્વારા લોકો નો સમૂહ એકબીજા ના સંપર્ક માં ન આવે તે હેતુસર કોરોના વાયરસ થી બચવા લોકડાઉન કરવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી , જેથી શહેર ના તમામ હીરા ઉધોગ, ટેક્ષ ટાઈલ્સ ઉધોગ, અન્ય ઉધોગો તથા નાના દુકાનદારો ના ધંધા આ લોકડાઉન ની પરિસ્થિતિ માં મુશ્કેલ બન્યું છે. લોકડાઉન ની બંધ પરિસ્થિતિ માં આવકના સાધનો ને પહોંચી ન વળતા તેમની પરિસ્થિતિ ખૂબ જ દયનિય અને ગંભીર, કફોડી બનવા પામી છે.

ગુજરાત માં લોકડાઉન ની પરિસ્થિતિ ને કારણે ઉપરોક્ત તમામ લોકો ના ઉધોગો ,રોજગાર સાવ થપ્પ થઈ ગયા છે તેવા સમય માં સુરત શહેર ના લોકો માટે વેરો ભરવો ખૂબ જ મુશ્કેલ છે જેથી શહેર ના તમામ ઉધોગો માં તથા નાના દુકાનદારો વતી નગર સેવક દિનેશભાઇ કાછડીયા એ માનનીય મેયરશ્રી , સુરત મહાનગરપાલિકા , સુરત માનનીય સ્થાયી સમિતિ ચેરમેન શ્રી ને રજુઆત કરી છે કે પાલિકા વ્યવસાય વેરો 1 વર્ષ માટે સંપૂર્ણ માફ કરવામાં આવે.

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ