ત્નકલાકાર વિકાસ સંઘ ના પ્રમુખશ્રી જયસુખભાઈ ગજેરા ની રહસ્યમય આપઘાત પ્રકરણ મા ઉચ્ચકક્ષા ની ન્યાયિક તપાસ કરવામા આવે

778
Published on: 7:38 pm, Thu, 10 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

જય ભારત સાથે જણાવવાનુ કે હીરાઉધોગ મા રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે અને બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે ખૂબ ટૂંકા ગાળા મા જ અંદાજે 13 રત્નકલાકારો એ આપઘાત કરી લીધા ના બનાવો બન્યા છે

ત્યારે રત્નકલાકારો ના હક અધિકાર માટે સતત પ્રયત્નશીલ આગેવાન રત્નકલાકાર વિકાસ સંઘ ના પ્રમુખશ્રી જયસુખભાઈ ગજેરા એ પણ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ છે જે ખૂબ જ દુઃખ દાયક ઘટના છે

જે આગેવાન ખુદ રત્નકલાકારો ને આપઘાત ના કરવા નુ કહેતા હતા એ આગેવાન જો આપઘાત કરી જીવન ટૂંકાવી લેવા મજબુર બનતા હોય તો સામાન્ય રત્નકલાકારો ની સુ દશા હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે

જયસુખભાઈ ના અવસાનથી હીરાઉધોગ અને રત્નકલાકારો એ એક પ્રામાણિક અને નિષ્ઠવાન આગેવાન ગુમાવ્યા છે

ત્યારે સરકાર હવે રત્નકલાકારો સામુ જોવે તે ખૂબ જરૂરી છે કેમ કે રત્ન કલાકાર પોતાની જિંદગી ના કિંમતી વર્ષો હીરાઉધોગ અને સરકાર ના વિકાસ મા ખર્ચી નાખે છે તેમ છતા પોતાનો કોઈ જ વિકાસ થતો નથી જેથી આર્થિક સંકટ કાયમી રહે છે અને છેલ્લે પરિસ્થિતિ સામે હારી થાકી ને આપઘાત કરી જીવન ટૂંકાવી લે છે

જયસુખભાઈ ના રહસ્યમય આપઘાત પ્રકરણ મા ઉચ્ચકક્ષા ની ન્યાયિક તપાસ કરવા મા આવે એવી માંગણી અમે સુરત પોલીસ કમિશનરશ્રી અને સુરત જિલ્લા પોલીસ અધ્યક્ષશ્રી સમક્ષ કરી છે

અમારી માંગણી છે કે જયસુખભાઈ ના મૃતદેહ નુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા મા આવે તથા તેમના મોબાઈલ ની એફ.એસ.એલ.દ્વારા તપાસ કરવા મા આવે કેમ કે જયસુખભાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી લે એ વાત ગળે ઉતરે એવી નથી માટે તેમને કોઈ નુ પ્રેસર હતુ કે કેમ અને જયસુખભાઈ રત્નકલાકારો માટે લડતા હતા તો કોઈ ઉધોગકારો દ્વારા તેમની ઉપર કોઈ દબાણ કરવા મા આવતુ હોઈ એવુ પણ બની શકે માટે ઉપરોકત સમગ્ર મામલે પોલીસ નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મા આવે એવી અમારી માંગણી છે

આગામી સમય મા જયસુખભાઈ ના પરિવાર ને સરકારશ્રી દ્વારા આર્થીક મદદ કરવા મા આવે એ બાબતે પણ અમે રજુઆત કરશુ

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત

પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા
મો.8758806097
ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક
9978438830
પ્રવક્તાશ્રી ભરતભાઈ હડિયા
7487877707
ઓફીસ:2116 ધ પેલેડીયમ મોલ યોગી ચોક વરાછા રોડ સુરત

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ 1 : https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ 2 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ 3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ 4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ