પ્રમુખ આશિષ ગુજરાતી પ્રેરિત પાંડેસરા વિવર્સનું બેંકનું ખાતું સરકારે કરી ફ્રીઝ કર્યું !

341
Published on: 8:39 pm, Fri, 11 September 20

સુરત ગુજરાત
ચેમ્બર ઇફફેક્ટ

પ્રમુખ આશિષ ગુજરાતી પ્રેરિત પાંડેસરા વિવર્સનું બેંકનું ખાતું સરકારે કરી ફ્રીઝ કર્યું ! 

પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી અને તેમના માનીતા હોદ્દેદારો દ્વારા સંચાલિત પાંડેસરા વિવર્સ કો. ઓપ.સો.લી ખાતે કરવામાં આવેલ ગેરવહીવટ સામે રીજીયનલ ટેક્સટાઈલ કમિશ્નરશ્રી, રજિસ્ટ્રાર શ્રી ગુજરાત રાજ્ય, અગ્ર રહસ્ય સચિવ, અધિક રજિસ્ટ્રાર(વહીવટ), રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ (ઔદ્યોગિક), રજિસ્ટ્રારશ્રી સુરત જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર માં ફરિયાદ થતા, સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ બેન્ક ખાતું સિઝ એટલે કે તાત્કાલિક અસરથી બંધ કરવા ટેક્સટાઈલ કમિશ્નરશ્રીના કચેરીમાંથી આદેશ આપવામાં આવ્યો છે.

તાજેતરના કેટલાક સમયગાળા દરમ્યાન લાખો રૂપિયાનો ગેરવહીવટ સરકારશ્રીના ઓડિટ દરમિયાન બહાર આવ્યો હતો, જે અંગે શહેરના જાગૃત નાગરિક, ઉદ્યોગકાર અને મેનેજીંગ કમિટીના સભ્ય શ્રી સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પછી તરતજ તંત્ર એક્શનમાં આવી ગયું હતું .

સુરત પીપલસ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ની શાખામાં પાંડેસરા વિવર્સ કો. ઓપ.સો.લી ના 2 બેન્ક ખાતા ધરાવે છે. ઉક્ત સોસાયટીનું પ્રથમ અને કાયદેસરનું ખાતું કે જે Escrow ખાતા નંબર – 304007016927 છે જેમાં સંસ્થાના હોદ્દેદારો સાથે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના પણ એક અધિકારીની સહી દરેક ચેકમાં ફરજીયાત કરવાની રહે છે. અને આ જોગવાઈ એટલા માટે કરવામાં આવી છે કે સંસ્થા ફંડનો દુરુપયોગ ન કરે , પરંતુ વારંવાર ચેકમાંથી સહી કરવાની ઝંઝટમાંથી છુટકારો મળે તે માટે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના અધિકારીએ ઘણા બધા ચેક માં એડવાન્સમાં એક સાથે સંખ્યાબંધ સહી કરી આપી હતી જે સગવડનો લાભ લઈને પાંડેસરા વિવર્સ કો. ઓપ.સો.લી ના પ્રમુખ આશિષ ગુજરાતી અને અન્ય હોદ્દેદારોએ સાથે મળીને સુરત પીપલસ કો ઓપરેટિવે લિમિટેડ બેન્ક માં સમાંતર રીતે ચાલી રહેલ અન્ય ખાતું કે જેનું નંબર -104101074833 છે એમાં ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના અધિકારીની જાણ બહાર રકમ ટ્રાન્સફર કરી દીધી હતી કે જેથી તેનો મનસ્વી પણે ઉપયોગ કરી શકાય ,

ત્યાર પછી આ સમયાંતરે આ ખોટી રીતના ખોલાવેલા ખાતામાંથી ઉક્ત હોદ્દેદારોએ પોતાના માનીતા લોકોના ખાતામાં જોગવાઈ મુજબ કુલ ખરીદીના 50% ના જગ્યાએ 100% રકમનું ધિરાણ પલ આપવાનું શુરુ કરી દીધું હતું અને સાથે સાથે પાંડેસરા વિવર્સ કો. ઓપ.સો.લી ના પ્રમુખ આશિષ ગુજરાતીએ પોતાના પત્નીની માલિકીની પેઢી નામે સેફાયર ટેક્સમાં પણ ગેરકાયદેસર રીતે તારીખ 27.03.2018 ના રોજ ચેક નંબર 010250 થી રૂ.4,00,000/- ટ્રાન્સફર કરી દીધા હતા અને સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આ 4 લાખ ઉપરાંત બીજી પણ રકમ મળીને કુલ 6 લાખથી પણ વધારે રકમ ટ્રાન્સફર કરી ચૂકેલ છે.

આ તમામ ગેરરીતિઓ ટેક્સટાઈલ કમિશ્નરશ્રી, અને રજિસ્ટ્રાર શ્રી ગુજરાત રાજ્યના ધ્યાન ઉપર લાવવાં આવતા એમને કાયદેસરના ખાતા Escrow ખાતા નંબર – 304007016927 ને હાલ પૂરતું સ્થગિત કરી દીધું એટલે હવે આ ખાતામાંથી બીજા કોઈ પણ વ્યવહાર કરવા માટે સરકારશ્રી દ્વારા દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે.

SANJAY EZHAVAઆ બધી બાબતો જોતા એ વાત સ્પષ્ટ થઇ છે કે સંજય ઇઝાવા દ્વારા ઉઠાવવામાં આવેલ મુદ્દાઓ સીધા સ્પષ્ટ અને સાચા છે અને હવે પ્રમુખ તરીકે આશિષ ગુજરાતીને આ બાબત માં કાયદાકીય પ્રશ્નો પણ ઉપસ્થિત થવાની અને FIR પણ થવાની સંભાવનાઓ ઉભી થઇ છે .

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

 

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ