ઉત્તર પ્રદેશ: આગ્રા હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 10 મુસાફરનાં મોત, ધુમ્મસને કારણે સર્જાયો અકસ્માત..

838
Published on: 3:07 pm, Sat, 30 January 21
ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે એક ભયંકર અકસ્માત થયો છે. અહીં બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કર માં 10 મુસાફરના મોત થયા છે. પ્રાથમિક અહેવાલ સાત લોકોનાં મોત થયાના આવ્યા હતા. જે બાદમાં મૃતકોની સંખ્યા વધીને 10 થઈ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર 25થી વધારે લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસના ઊચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મોરાદાબાદથી આશરે 18 કિલોમીટર દૂર કુંદરકી વિસ્તારમાં આ અકસ્માત બન્યો હતો. એવી પણ માહિતી મળી છે કે ટ્રક અને બસની ટક્કર બાદ ત્રીજું વાહન પણ તેની સાથે અથડાયું હતું. ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત થયો હતો.

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના નાનપુર વિસ્તારમાં શનિવારે સવારે મિની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકો મૃત્યુ પામ્યા છે અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં હજી મૃત્યુઆંક વધી શકે છે. પ્રારંભિક તપાસમાં જાણકારીમાં સામે આવી છે કે અકસ્માત ગાઢ ધુમ્મસને કારણે સર્જાયો હતો.

અકસ્માતની તસવીર વિચલિત કરી શકે છે. બસમાંથી નીચે રસ્તા પર પડેલા મૃતદેહો. એના પરથી અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.

મિની બસ મુરાદાબાદથી બીલારી તરફ જઇ રહી હતી. ઓવરટેક કરતી વખતે એ પહેલા એક મેટાડોર સાથે ટકરાઈ, પછી સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાતાં ટ્રક પલટી ગઈ હતી. અકસ્માતની તસવીર વિચલિત કરી શકે છે.

રસ્તા પરથી મિની બસ અને ટ્રકને ટ્રેકટર દ્વારા હટાવવામાં આવી હતી. ત્યાર બાદ ત્યાંથી વાહનોની અવર-જવર શરૂ થઈ શકી હતી.

આ અકસ્માત મુરાદાબાદ-આગ્રા હાઇવે પર થયો હતો. પોલીસે સ્થળ પર સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કલેકટર અને એસપીને સ્થળ પર પહોંચવાની સૂચના આપી છે.

બસ અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે બસમાં સવાર 10થી 11 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. તેમજ ત્યા રાહત કામગીરી ચાલી કહી છે.  મુરાદાબાદ શહેરની નજીક 18 કિલોમીટર દૂર થાના કુંદરકી વિસ્તારમાં હુસૈનપુર પુલિયાની આ ઘટના છે.

મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર

બીજી તરફ દુર્ઘટના પર સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલીક ઘટના સ્થળ પર જવાનો નિર્દેશ આપ્યો છે. મદદ પહોંચાડવા અને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર સહાયતા રકમ આપવાના નિર્દેશ કર્યા છે. ડીએમ, એસએપી અને સીએમઓ સ્થળ પર પહોંચી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ: આગ્રા હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 10 મુસાફરનાં મોત

પોલીસના જણાવ્યા પ્રમાણે એક ખાનગી બસ કુંદરકીથી મુસાફરોને લઈને મોરાદાબાદ જઈ રહી હતી. બસ નાનપુર પુલિયા પાસે પહોંચી ત્યારે સામેથી આવી રહેલા ટ્રેક તેને ટક્કર મારી દીધી હતી. અકસ્માતને પગલે બંને વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દરમિયાન એક ત્રીજું વાહન પણ અથડાયું હતું. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી બંને વાહનને હાઈવેની બાજુમાં ખસેડીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ