સરથાણા માં 150 રૂપિયાનું પોતું ચોરનારા ગણતરીની કલાકોમાં ઝડપાયા

797
Published on: 5:49 pm, Sat, 12 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

150 રૂપિયાનું પોતું ચોરનારા ગણતરીની કલાકોમાં ઝડપાયા

ગતરોજથી એક વિડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં આશ્ચર્યની વાત એ હતી કે એક ઓફિસની બહારથી અજાણ્યા યુવાનો માત્ર 150 રુપિયાનું ડંડાવાળુ પોતુ ચોરીને લઈ જતાં જણાઈ રહ્યા હતા અને આ ચોરી અંગે ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી હોવાથી શહેરમાં આ રમુજનો વિષય બન્યો હતો. જો કે, આજે સરથાણા પોલીસે ડંડાવાળુ પોતું ચોરનારા ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. હીરા અને જમીન દલાલી તથા એમ્બ્રોઈડરીનો વ્યવસાય કરનારા ત્રણેય આરોપીઓને કોઈ સાથે વિવાદ સર્જાયા બાદ હથિયાર તરીકે ડંડાવાળું પોતું ઉપયોગ કરવા માટે ચોરી કર્યું હોવાનું કબુલ્યું છે. હાલ પોલીસે ત્રણેય નબીરોને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે.

પોતું ચોરનારા ત્રણ આરોપીઓ CCTVમાં કેદ થયા હતાં. જેના આધારે તપાસ કરતાં પોલીસે ગણતરીના સમયમાં જ ભરત કાનજી કાનાણી (ઉ.વ.30)ધંધો- જમીન દલાલી રહે. 502 નક્ષત્ર રેસિ. ડિંડોલી, મૂળગામ ભટવદ તા. લાઠી, જિ. અમરેલી અને કલ્પેશ વશરામ તેજાણી (ઉ.વ.આ.29) ધંધો- એમ્બ્રોઈડરી, રહે.19 સાંઈ બંગ્લોઝ સુદામા ચોક મોટા વરાછા મૂળ ગામ જાળીયા તા. ઉમરાળા, જિ. ભાવનગર અને વિજ્ઞેશ ઉર્ફે ભાણો ભોળા માંગુકીયા (ઉ.વ.26) ધંધો-હીરા દલાલી રહે. ડી. 201 એમ્બેવેલી રેસિ. ઉતરાણ મોટા વરાછા મૂળગામ ઘેટી તા. પાલિતાણા જિ. ભાવનગરના આરોપીઓે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ