કોરોનાની ગંભીર પરિસ્થિતિ દરમિયાન ગુજરાતના કેટલાક મોટા ભાગના આયોજકોએ ગરબા ન યોજવાની સ્પષ્ટ ના પાડી દીધી

692
Published on: 6:19 pm, Sun, 13 September 20

ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

ગુજરાતમાં ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાતો નવરાત્રિના તહેવાર ને લઈને તમામ લોકો ખૂબ જ ચિંતામાં મુકાયા છે. કારણ કે સરકારે હજી પોતાનો નિર્ણય જાહેર કર્યો નથી.

મહત્વની વાત એ છે કે, આ કોરોનાની ગંભીર પરિસ્થિતિ દરમિયાન ગુજરાતના કેટલાક મોટા ભાગના આયોજકોએ ગરબા ન યોજવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. જેમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ના મોટા ગરબા આયોજકોએ ગરબા યોજવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. કોરોનાની મહામારી ને કારણે કે કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને કારણે નવરાત્રી દરમિયાન લોકોની ભીડ ભેગી થવા ને કારણે મોટા પ્રમાણમાં કોરોના નું સંક્રમણ વધી શકે છે.જેને કારણે ગરબા આયોજકો આ પ્રકારનું રિસ્ક લેવા માગતા નથી.

મોટા ગરબા આયોજનો, જેમાં ગરબા રમવા માટે 5000 થી 8000 જેટલા ખેલૈયાઓ ભેગા થઈ શકે છે. જેને કારણે સામાજિક અંતર શક્ય નથી. અને જો ખેલૈયાઓને માસ્ક સાથે ગરબા રમાડવામાં આવે તો તે પણ મેડિકલ સાયન્સ મુજબ યોગ્ય નથી. આયોજકોએ મહત્વની વાત કહી છે કે, લોકોની સેફ્ટી આપણી સૌ પ્રથમ પ્રાથમિકતા ગણાય. ગ્રાઉન્ડમાં એક જ સમય પર ૮ હજારથી વધુ લોકો હોય છે જેને કારણે સામાજિક અંતર જળવાવું શક્ય નથી. જેને કારણે ગુજરાતના ગરબા આયોજકોએ ગરબા ન યોજવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

વડોદરા શહેરમાં આ વખતે એક પણ મોટા ગરબા યોજવામાં આવશે નહીં. વડોદરામાં તમામ મોટા ગરબાના આયોજનને રદ કરવામાં આવ્યા છે. આ કોરોનાની ગંભીર પરિસ્થિતિ અને ધ્યાનમાં રાખીને મોટા ગરબા આયોજકોએ આ નિર્ણય લીધો છે. આ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજકોએ વડોદરાના વિશ્વવિખ્યાત યુનાઈટેડ વેના ગરબામાં પણ રદ કર્યા છે. જ્યારે આ વખતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ પણ નહીં યોજી શકાય. અને સાથે સાથે નાના બાળકોના ગરબા પણ ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે યુનાઈટેડ વેના આયોજકોએ કહ્યું છે કે સરકાર ભલે ગરબાની પરમીશન આપે પરંતુ કોરોનાવાયરસ એ કોઈને પૂછીને આવતો નથી. ગરબાનું આયોજન કરતા લોકોનું સ્વાસ્થ્ય ખૂબ મહત્વનું છે.

વડોદરા સંસ્કારી નગરીના ઈતિહાસમાં પ્રથમવાર નવ દિવસના ગરબા યોજાશે નહી

નીચે દર્શાવેલ તમામ ગરબા આ વર્ષ યોજાશે નહી

1] યુનાઈટેડ વે [ United way of baroda ]
2] મા શક્તિ [ Maa Sakti ]
3] પેલેસ હેરિટેજ [ Place Heritage ]
4] VNF
5] KSCA
6] પોલો ક્લબ [ Polo Club ]

અમદાવાદમાં પણ આ વર્ષે મોટા ગરબા યોજાશે નહિ. અમદાવાદના રાજપથ ક્લબ નું ગરબા આયોજન પણ કરવામાં આવશે નહીં. ગરબા આયોજકે એ વિશે નિર્ણય લીધો છે. અને કર્ણાવતી ક્લબમાં પણ ગરબાનું આયોજન કરવું કે નહીં તે મુદ્દે સરકારની ગાઇડ લાઇન બહાર પડશે ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.

વલસાડના મુખ્ય મોટા 3 ગરબા આયોજકો અનાવિલ પરિવાર,ગોકુળ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાઇઝિંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના આયોજકોએ ગરબાનો યોજવાનો નિર્ણય લીધો છે. અને વલસાડના ગરબા આયોજકો એ કહ્યું છે કે જો સરકાર મંજૂરી આપે, તો પણ અમે આ આયોજન કરવા માટે તૈયાર નથી.

આ કોરોનાની ગંભીર પરિસ્થિતિ દરમિયાન રાજકોટમાં પણ કેટલાક આયોજકોએ સ્વેચ્છિક રીતે ગરબા આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે.રાજકોટ શહેરમાં ખોડલધામ અને સરદાર કલબ દ્વારા ગરબા ન યોજવા માટેની પણ જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ દ્વારા રાજ્યમાં અલગ અલગ 25 જગ્યા પર અને રાજકોટમાં ચાર જગ્યા પર ગરબાનું આયોજન થાય છે જે રદ કરવામાં આવ્યું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ