પુણાગામ વિસ્તારમાં ધનવંતરી રથ માં એક્સપાયરી દવાનું વિતરણ : સોસાયટી પ્રમુખ

621
Published on: 7:16 pm, Sun, 13 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સુરત માં એક બાજુ લોકો ને કોરોના ચેકઅપ માટે રોજ ના હજારો સેમ્પલ લેવાતા હોય છે જેમાં સંક્રમણ વ્યક્તિ ને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે.

સુરત માં મહાનગર પાલિકા દ્વારા કોરોના ચેકઅપ માટે ધનવંતરી રથ નું આયોજન કરવામાં આવ્યું છે. આ રથ સુરત ની બધી જ સોસાયટીમાં જઈ ને લોકો ના ચેકઅપ કરે છે જેથી કોરોના સંક્રમણ અટકાવી શકાય , ચેકઅપ દરમિયાન સામાન્ય લક્ષણો ધરાવતા લોકો ને રથ માંથી જ દવા આપવામાં આવે છે, પરંતુ જે દવા આપવામાં આવી છે તે દવા એક્સપાયર થઈ ચૂકી હોવાનું બહાર આવ્યું છે

સુરતમાં હાલ કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરમાં 100થી વધુ ધન્વંતરી રથ ચલાવવામાં આવી રહ્યાં છે, તેમાં ઉકાળા, આર્યુવેદ અને હોમિયોપેથી સાથે અન્ય દવાનું વિતરણ થઈ રહ્યું છે. આજે વરાછા ઝોનના પુણા વિસ્તારની સીતાનગર સોસાયટીમાં ધન્વંતરી રથ આવ્યો અને લોકોને દવાનું વિતરણ કરવામાં આવતું હતું, ત્યારે સોસાયટીના પ્રમુખ રાજુભાઈ એ સોસાયટીના લોકોને રોગથી બચવા માટે દવા લેવાની અપીલ કરી હતી. ધન્વંતરી રથમાં બાળકોને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને લોહિની ઉણપ પણ દુર થાય તે માટે ફોરિક એસીડની દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું

વરાછા ઝોનના પુણા વિસ્તારની સીતાનગર સોસાયટીમાં રાજુભાઈનો ત્રણ વર્ષ કરતાં નાનો પુત્ર હતો તેના માટે ધન્વંતરી રથમાં અઢી મહિના ચાલે એટલી એટલે 70 જેટલી ગોળી આપી હતી. રાજુભાઈ પુત્રને દવા પીવડાવવા માટે જાય તે પહેલાં જ તેમની નજર ગોળીની સ્ટ્રીપ પર પડી હતી જેના પર ઓગષ્ટ 2020 એક્સપાયરી ડેઈટ હતી તેથી તેઓ ચોંકી ગયાં હતા.જે દવા આપવામાં આવી છે તે દવા એક્સપાયર થઈ ચૂકી હોવાનું બહાર આવ્યું છે

 તેઓએ તાત્કાલિક આરોગ્યમંત્રીનો સંપર્ક કર્યો પણ સંતોષકારક જવાબ ન મળતાં કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ સાવલિયા અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગિયાને જાણ કરતાં તેઓ તાત્કાલિક સીતાનગર સોસાયટી પહોંચ્યા હતા.આ મુદ્દે હજુ સુધી મ્યુનિ. તંત્ર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો આ અંગે વધુ તપાસ કરવામાં આવે તો ધન્વંતરી રથમાં એક્સપાયરી ડેઈટની દવાનું કૌભાંડ બહાર આવી શકે છે. રાજ્યભરમાં હજારોની સંખ્યામાં ધન્વંતરી રથમાં આ જ પ્રકારની દવા હોવાની શંકા થઈ રહી છે.જે દવા આપવામાં આવી છે તે દવા એક્સપાયર થઈ ચૂકી હોવાનું બહાર આવ્યું છે

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ