ગતરાત્રે અડાજણ પોલીસ દ્વારા આત્મહત્યા કરતા યુવાન ને બચાવી લેવાયો, જોવો વિડિઓ

1045
Published on: 1:01 pm, Mon, 14 September 20
GUJARAT UPDATE

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

ગઈ કાલ રાતની ઘટના, એક યુવાન પોતાનુ બાઇક મૂકી નદીમા કુદી જતો હોઈ અડાજણ ફાયર વિભાગના ઈશ્વર પટેલને કંટ્રોલમા કોલ આવ્યો હતો. સ્થલ પર ફાઈર વિભાગ અને અડાજણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર હોઈ યુવાનને હેમખેમ સમજાવી બચાવી લેવાયો હતો.
સલામ છે અડાજણ પોલીસ તથા અડાજણ ફાયર વિભાગ.

ગતરાત્રે અડાજણ પોલીસ દ્વારા આત્મહત્યા કરતા યુવાન ને બચાવી લેવાયો. તાપી નદી માં કૂદકો લગાવવાની તૈયારી

લોકડાઉન બાદ ગુજરાત માં આત્મહત્યા ના કેસો સતત વધી રહ્યા છે, ગુજરાત ના સુરત શહેર માં લોકડાઉન બાદ લોકો સતત ચિંતામાં હોવાથી લોકો ના મન માં આત્મહત્યા ના વિચારો આવ્યા કરે છે.

સુરતની અડાજણ પોલીસ અને ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી. મોડી રાત્રે કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરવા ગયેલા યુવાનને બચાવ્યો. ફાયર વિભાગે જો યુવક તાપી નદીમાં કુદે તો લાઈફ જેકેટ, રીંગબોયા સાથે રાખી હતી તૈયારી. પોલીસે અને ફાયર વિભાગે બે કલાક યુવકને વાતમાં પરોવી રાખી તકનો લાભ જોઈ આત્મહત્યા કરતા અટકાવ્યો. યુવકને દોરડા વડે પકડી લઈને અડાજણ પોલીસને સોંપવામાં આવ્યો. યુવક કયા કારણોસર આત્મહત્યા કરવા પહોંચ્યો હતો તે જાણવા મળ્યું નથી

સુરત ના હીરા ઉધોગો ચાલુ તો થયા પરંતુ હજી પણ હજારો લોકો કામ વગર ના બેઠા છે, તેથી આર્થિક તંગી ના કારણે નેગેટિવ વિચારો આવ્યા કરે છે. સરકાર દ્વારા અનલોક જાહેર કર્યા બાદ પણ હજી લોકો નો રોજગાર બંધ છે જેથી લોક ના હપ્તા , ઘરખર્ચ , ભાડા તેમજ અન્ય ખર્ચા માટે પૂરતા પૈસા ની તંગી સર્જી છે.

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ