સોલા વિસ્તારમાં ઘર નજીકથી શનિવારે સાંજે ગુમ થયેલી 7 વર્ષની માસૂમ ખુશીનો હત્યારો મામો નીકળ્યો

700
Published on: 9:27 am, Thu, 17 September 20

અમદાવાદ ગુજરાત
અપહરણ અને હત્યા

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, 3 દિવસ પહેલા શહેરના ગોતા વિસ્તારમાં આવેલ હાઉસિંગમાંથી ઘરની બહાર રમતા-રમતા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ ઓગણજ ટોલનાકા પાસેથી હત્યા કરેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પોલીસને આ બનાવ અંગેની જાણ થતાં જ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે, આ હત્યા અંગે પ્રાથમિક માહિતી પ્રમાણે દીકરીની માતાને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને તેના કારણ કદાચ તેની ઘાતકી હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે

અમદાવાદ : સોલા વિસ્તારમાં ઘર નજીકથી શનિવારે સાંજે ગુમ થયેલી 7 વર્ષની માસૂમ ખુશીનો હત્યારો મામો નીકળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ભાવેશ ઉર્ફે ભીખો નરોત્તમ મિસ્ત્રીની ધરપકડ કરીને ખુશી અપહરણ અને હત્યા કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે. માતાએ જેણે ધર્મનો ભાઈ બનાવ્યો તે ભાવેશને ખુશી મામા કહીને બોલાવતી હતી. તે દિવસે સાંજે ઘર પાસે રમતી માસૂમ ખુશી કોઈ ડર વગર મામા ભાવેશ સાથે ગઈ હતી. બાળકીને રિક્ષામાં બેસાડી વૈષ્ણોદેવી સર્કલ  અને ત્યાંથી ચાલતાં ઓગણજ પાસે ઝાડીઓમાં આરોપી લઈ ગયો હતો. બાળકી સાથે આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કરતા માસુમે બુમો પાડી હતી. આરોપીએ બાળકીનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાંખી હતી.

સોલાના ગોતા  હાઉસિંગ વિસ્તારમાં રાજેશ રાઠોડ તેમની પત્ની અને 7 વર્ષની બાળકી ખુશી સાથે રહે છે. રાજેશભાઇ અને તેમના પત્ની મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશભાઈની 7 વર્ષની પુત્રી ખુશી શનિવારે સાંજે ઘર પાસે રમતી હતી. જો કે મોડી સાંજે દીકરી ઘરે ના આવતા પરિવારજનોએ તપાસ કરી હતી. બાળકીનો કોઈ પતો ના લાગતા બનાવની જાણ સોલા પોલીસને કરવામાં આવી હતી.

સોલા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બાળકીના અપહરણ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સોલા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ બાળકીની શોધખોળમાં લાગી હતી. પોલીસે સમગ્ર ગોતા હાઉસિંગ વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. બાળકીની શોધખોળ માટે પીઆઈ જે.પી.જાડેજાએ મોટા ભાગના સ્ટાફને કામે લગાડ્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ