ભાવનગર માં નિવૃત DYSP ના પુત્રનો પરિવાર સાથે રિવોલ્વરથી ગોળી મારી સામૂહિક આપઘાત

693
Published on: 10:03 am, Thu, 17 September 20

ભાવનગર ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહના પુત્રએ પરિવાર સાથે આપઘાત કરી લેતા ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે,નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ રિવોલ્વરથી પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે,

નિવૃત DYSPના પૂત્રએ પત્ની-દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વિજયરાજ નગરમાં આજે ઘટેલી ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે. વિજયરાજનગર માં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ ડીવાયએસપી ના પુત્ર એ કર્યો રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો છે.

રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહના પુત્રએ પરિવાર સાથે આપઘાત કરી લેતા ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે. પોલીસને ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં જશુ મામા નામની એક વ્યક્તિનો ઉલ્લેખ છે. પોલીસે ઘટનાના પગલે જશુ મામાની પુછપરછ શરૂ કરી છે.

બનવામાં નરેન્દ્રસિંહ જાડેજાના દીકરા પ્રદુમાનસિંહ, પત્ની બીનાબા, દીકરી નદીનીબા 18 વર્ષ, યશસ્વીબા 11 વર્ષની ઉંમરના પરિવાર સાથે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મલી રહ્યું છે. જોકે, ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.આ ઘટના બાદ ભાવનગરના જિલ્લા પોલીસ વડા અને એએસપી સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. વિજયરાજનંગરમાં ઘટનાની જાણ થતા જ અજંપા ભરી શાંતિ છે. એક જાણીતા પોલીસ કર્મીના ઘરમાં ઘટેલી કરૂણાંતિકાથી સમગ્ર ભાવેણામાં હાહાકાર મચી ગયો છે.

ભાવનગર પોલીસ તરફથી આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી પરંતુ પોલીસની ટીમ સમી સાંજે ઘટેલી ઘટનામાં હજુ ઘટના સ્થળ પર જ છે. પરિવારના સભ્યોમાં આંક્રદ છવાઈ ગયો છે.પ્રાપ્ત અહેવાલો મુજબ નિવૃત ડીવાયએસપીના આ નિવાસસ્થાને તેઓ વર્ષોથી રહેતા હતા. જોકે, આજે ઘટેલી ઘટના વિશે આડોશ-પાડોશમાં રહેતા લોકોને પણ કઈ માહિતી નથી. પરંતુ બંદૂકની ગોળીએ જિંદગી હોમી નાખનારા રાજપૂત પરિવારની કરરૂણાંતિકાએ સમગ્ર ગોહિલવાડમાં ખળભળાટ મચાવ્યો છે.

FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તમામના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

રિટાયર્ડ Dyspના પુત્રએ પરિવાર સાથે સામૂહિક આપઘાત ક્યાં કારણોસર કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

પોલીસે આસપાસમાં રહેતા લોકોની પણ પૂછપરછ હાથ ધરી નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી છે. તેમજ FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

મિત્રો ને કર્યા MSG

જાણવા મળ્યા મુજબ, આત્મહત્યા કરતા પહેલા પ્રદ્મુમનસિંહે મિત્રોને મેસેજ પણ કર્યા હતા, જેમાં પોતે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. મેસેજમાં તેમણે એવું પણ લખ્યું હતું કે, ઘરનો દરવાજો ખુલ્લો છે, આવીને જોઈ જશો. જોકે, તેમણે આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું ન હતું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ