સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં વિમલનાથ આર્કેડ સ્થિત ઓનલાઇન માર્કેટીંગની એક દુકાનમાં કતારગામ પોલીસે રેડ પાડી હતી. જેમાં બે યુવાનને 2.38 લાખની કિંમતના 2.379 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપાયા હતા. અનલોક બાદ છેલ્લા બે માસથી ભાડાની દુકાનમાં ઓનલાઇન માર્કેટીંગનું કામ કરતા મૂળ અમરેલી સિવિલ એન્જિનિયર યુવક અને ભાવનગરના યુવાનોએ ચરસનો ધંધો શરૂ કર્યો હતો. જોકે, વધુ ગ્રાહક સુધી પહોચે તે પહેલા જ પોલીસ તેમની પાસે પહોંચી ગઈ હતી.કતારગામ પોલીસે ચરસ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા
સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી નશાનું હબ બની ગયું હોય તેવું લાગે છે. કારણ કે સતત ડ્રગ્સ કે ચરસ પકડવાના કિસ્સા વધી રહ્યા છે કે જેમાં બે મુદ્દા હોય શકે કે પહેલા પોલીસ પકડતી ન હતી કે હવે નશાનું પ્રમાણ વધી રહ્યું છે. કતારગામ પોલીસે ઝડપાયેલા બે યુવાનો પૈકી એક સિવિલ એન્જિનિયર છે.પહેલી વખત જ મંગાવેલો ચરસનો જથ્થો આવ્યા બાદ કેટલાક ગ્રાહકોને વેચી બીજા ગ્રાહકો તેઓ શોધતા હતા તે પહેલા જ પોલીસ તેમના સુધી પહોંચી ગઈ હતી. કતારગામ પોલીસ બંને ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોણે તેમની પાસેથી ખરીદ્યો તેની તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીઆઇ બી.ડી.ગોહિલ કરી રહ્યા છે.
કતારગામ પોલીસ મથકના કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઘનશ્યામસિંહને મળેલી બાતમીના આધારે કતારગામ પીઆઇ બી.ડી.ગોહિલ અને સ્ટાફે કતારગામ પારસ સોસાયટી વિભાગ-2 વિમલનાથ આર્કેડ દુકાન નં.304 માં રેડ કરી હતી. પોલીસે દુકાનમાંથી રૂપિયા 2,37,900ની કિંમતના 2 કિલો 379 ગ્રામ ચરસના જથ્થા સાથે જીગર મનસુખભાઈ ધોળકીયા અને પાર્થ જયંતીભાઈ તેજાણીને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ચરસ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન અને ચરસ વેચાણના રોકડા રૂપિયા 19,400 મળી કુલ.2,64,300 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંનેની પૂછપરછ કરતા સિવિલ એન્જિનિયર જીગર અને તેના મિત્ર પાર્થે જણાવ્યું હતું કે તેમણે અનલોક બાદ બે માસ અગાઉ આ દુકાન ઓનલાઇન માર્કેટીંગના કામ માટે ભાડે લઈ કામ શરૂ કર્યું હતું. પરંતુ તે સાથે તેમણે ચરસનો ધંધો પણ શરૂ કર્યો હતો.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
વોટ્સએપ 2 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8
વોટ્સએપ 3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi
વોટ્સએપ 4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn
https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ