સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાસકીવાડ વિસ્તારમાં ડેન્ટિસ્ટ ની થઈ હત્યા.કે આત્મહત્યા ??

403
Published on: 9:13 am, Wed, 23 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સસુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાસકીવાડ વિસ્તારમાં ડેન્ટિસ્ટ ની થઈ હત્યા.કે આત્મહત્યા ??

ડોક્ટર અઝીમ પતરાવાલા ની પોતાની ક્લિનિક માંથી લાશ મળી.

લોકડાઉન બાદ આત્મહત્યાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં વધુ એક દુઃખદ ઘટનામાં સુરતના ભાગળ કાંસ્કીવાડ વિસ્તારમાં 50 વર્ષીય મુસ્લિમ ડોક્ટરે પોતાના ક્લિનિકમાં જ સંભવિત આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.બોલીવુડના અભિનેતા અક્ષયકુમાર જેવા દેખાતા 50 વર્ષીય મુસ્લિમ ડોક્ટર અઝીમ એ.પતરાવાળા પોતાની પત્ની ડો. સારાહ સાથે સુરતના ભાગળ કાંસ્કીવાડ વિસ્તારમાં દાંતનું દવાખાનું ચલાવતા હતા.

રોજિંદા ક્રમ મુજબ ડોક્ટર અઝીમ પોતાના ક્લિનિક પરથી સાંજે સાડા સાત થી આઠ ની આસપાસ નાનપુરા ગાંધી સ્મૃતિ નજીક આવેલા પોતાના ઘરે પોંહચી જતા પણ મંગળવારની મોડી રાત સુધી ડોક્ટર અઝીમ ઘરે નહીં પોહચતા અને મોબાઈલ ફોન પણ રિસીવ નહીં કરતા તેમની દીકરી તેમના ક્લિનિક પોંહચી હતી.

ક્લિનિલ પોહચતા જ તેમની દીકરીના હોસ ઉડી ગયા હતા.કારણ કે ક્લિનિકમાં કોઈ નહીં હતું અને અંદર કેબિનમાં પ્રવેશતા ડોક્ટર અઝીમ લોહીના ખાબોચિયા વચ્ચે પોતાની રિવોલવિંગ ચેર પર ઢળેલા પડ્યા હતા.પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આવીને જોતા સંભવિત સર્જીકલ બ્લેડ ગળા પર ફેરવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે હાલ લાલગેટ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.પણ ડો.અઝીમ ના આ પગલાંથી હાલ તેમનું બે નાની બાળકીઓ અને પત્ની સાથેનું પરિવાર વેરવિખેર થઈ ગયું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ