ઉમરા હજીરા હાઈવે પર રોડ રસ્તા ખરાબ હોવાને કારણે વધુ એક કન્ટેઈનર ટ્રક પલટી ખાઈ જતા આખો રોડ બંધ

518
Published on: 5:14 pm, Thu, 24 September 20

ઉમરા વેલન્જા
રોડ રસ્તા કાંડ

ઉમરા વેલન્જા માં છેલ્લા ઘણા ટાઈમ થી રોડ રસ્તા ટૂટી ગયા છે છતાં તંત્ર દ્વારા કોઈ રીપેરીંગ કરવામાં આવ્યું ન હતું ત્યારબાદ સ્થાનિકો દ્વારા વાંરવાર ફરિયાદ કર્યા બાદ તંત્ર દ્વારા રોડ રીપેરીંગ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ. રીપેરીંગ કર્યાના 5 દિવસ બાદ ફરી રોડ પર ખાડાઓ પડી ગયા છે.

આજ રોડ ઉમરા હજીરા હાઈવે પર રોડ રસ્તા ખરાબ હોવાને કારણે વધુ એક કન્ટેઈનર ટ્રક પલટી ખાઈ જતા આખો રોડ બંધ કરી દેવાની ફરજ પડી હતી. રોડ રસ્તા ખરાબ હોવાને કારણે રોજ અકસ્માત થઈ રહ્યા.

અતિભારે વરસાદને લીધે હાઈવે પર ખાડા પડી જતાં હોય છે. આને લીધે કોઈવાર અકસ્માત તો કોઈવાર ટ્રાફિકજામ સર્જાતો હોય છે. ચોમાસાની ઋતુમાં અંદાજે રાજ્યના બધાં રોડ તૂટી ગયા છે. એમાં પણ ઘણાં રસ્તાઓ પર તો તંત્રએ થીંગડાં મારવાની પણ તસ્દી નથી લીધી.

સવારથી જ નેશનલ હાઇવે નં-48 પર ભરૂચથી ઝંઘાર સુધીનો ટ્રાફિકજામ સર્જાઈ હતો.  સરદાર બ્રિજ પર મોટા ખાડા પડી ગયા હોવાને લીધે આ ટ્રાફિકજામ સર્જાયો હતો. અહીં કલાકો સુધી વાહનચાલકો વચ્ચે જ અટવાઈ ગયાં હતા. અહી ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, દીવાળી સુધીમાં રાજ્યના જે રસ્તા તૂટી ગયા હશે તે બધાં રસ્તાઓ ફરીથી બનાવી દેવામાં આવશે.

વિષય:ઉમરા વેલેંજાના રસ્તા ખરાબ હોવાથી અકસ્માત સર્જાતા હોવાથી રસ્તા પર સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરાવવા બાબતે..

જય ભારત સહ જણાવવાનું કે અમો ટીમ ગબ્બર ના કે એચ ગજેરા અને ધારા જે.અકબરી એડવોકેટ, બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ ને જાણવા મળ્યું છે કે,ઉમરા વેલેંજા ગામમાં વેલેંજાં હજીરા રોડ પર રાત્રિ ના સમયે સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે. હાલ રસ્તા ખરાબ હોય ત્યાં ધૂળ પણ બહુ ઊડતી હોય રસ્તા પર ઢોર નો પણ બહુ ત્રાસ હોય તેમજ આ રોડ નેશનલ હાઇવે નંબર ૮ ને જોઇન્ટ થતો હોય જેથી ભારે માલ વાહનો ની પણ અવરજવર બહુ વધારે પ્રમાણ મા રહેતી હોય આ બધા કારણસર ત્યાં મોટા પ્રમાણમાં આ અકસ્માત સર્જાય છે આ અકસ્માતો ના કારણે ત્યાં ના રહેવાસીઓ ને વારંવાર આ હાલાકીનો ભોગ બનવું પડે છે જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી, કરાવી અને ભવિષ્યમાં અકસ્માત ના થાય એ અમારી રજૂઆત છે અને ઉમરા વેલેન્જા ગામમાં વેલેનજા હજીરા રોડ પર સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરાવવા અને કાયમી અમારી સમસ્યાનો ઉકેલ લાવા માટે અમારી ટીમ ગબ્બર ગુજરાત ની માગણી અને રજૂઆત છે અમારી રજૂઆત અમો એ ઈ મેઈલ દ્વારા કરેલી છે અમારી ઉપરોકત લેખીત રજુઆત અન્વયે કરેલી કાર્યવાહી નો લેખીત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા પત્ર વ્યવહાર ના સરનામે મોકલી આપવા માટે અરજ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ 1 : https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ 2 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ 3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ